ગુજરાત(Gujarat): મહેસાણા(Mehsana)ના વડનગર(Vadnagar) નજીક આવેલા શેખપુર નજીક રાત્રે એક વાનચાલકે બે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. ગાડી ચાલક ગાડી ઘટના સ્થળે મૂકી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાને કારણે હાલમાં પરિવાર શોકમય બની ગયો છે, તેમજ ફરાર ગાડી ચાલક સામે પોલીસ દ્વારા અકસ્માત(Accident)નો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના શેખપુર ગામના ઠાકોર સંજયજી માનસંઘજી અને સિપોર ગામના ઠાકોર કલ્પેશજી જહાજી આ બંને મિત્રો ખેરાલુ નજીક આવેલ જીઆઇડીસીમાં સાથે નોકરી કરી રહ્યા હતા. જેથી બંને મિત્રો એક બાઈક પર સવાર થઈને ખેરાલુ નોકરી કરવા માટે જઈ રહ્યા હતા. જ્યાં પુરપાટ ઝડપે પસાર થતી મારૂતિ વાન GJ02DE9947ના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી.
અકસ્માતમાં બંને યુવાન રોડ પર પટકાતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. અકસ્માતને અંજામ આપીને ગાડી ચાલક ગાડી મૂકી ત્યાંથી ભાગી ગયો હતો. અકસ્માતમાં મોતને ભેટનાર ઠાકોર સંજયના ત્રણ વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા અને ઠાકોર કલ્પેશજીના પણ ત્રણ વર્ષના લગ્ન ગાળા દરમિયાન એક દોઢ વર્ષની બાળકી પણ છે. આ અકસ્માતમાં એક નાની બાળકીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી તેમજ બંને યુવાનના પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.