જ્યાં લોકોની ખુબ ભીડ રહે છે તે રેલ્વે પ્લેટફોર્મ પર આવી ચડયો છ ફૂટ લાંબો અજગર અને પછી…

કોરોના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે આખા દેશમાં lockdown ચાલી રહ્યું છે, આ દરમિયાન ટ્રેનોના આવાગમન પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. ક્યારેક મુસાફરોથી ભરાયેલા રહેતા રેલવે સ્ટેશન હવે જંગલી જીવો ને ફરવા ની જગ્યા બની ચૂક્યા છે.

હકીકતમાં હાવડા રેલવે રુટના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનમાં આવેલું યુપીનું દિન દયાલ ઉપાધ્યાય જંકશન યાત્રીઓના બદલે અજગર જેવો ખતરનાક જીવ નજર આવ્યો.સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજની સીડીઓ પર લગભગ છ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો.

રેલવે સ્ટેશન પર અજગર જેવા સાપને ફરતો જોઈ સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને તેની તસવીર પોતાના મોબાઈલમાં લેવા લાગ્યા.ત્યારબાદ થોડી જ વાર માં અજગર બીજે કશે ચાલ્યો ગયો.

જીઆરપીના જવાનોએ બ્રિજના આસપાસ અને પ્લેટફોર્મ પર આવેલા વૃક્ષ પર અજગર ની તપાસ કરી પરંતુ ઘણી મહેનત બાદ પણ અજગર કશે દેખાયો નહીં. ત્યારબાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર આઠની આસપાસ જે ઝાડી-ઝાંખરા છે સાપ તેમાં જ ચાલ્યો ગયો છે.

હાલ જીઆરપીના જવાનોની શોધખોળમાં અજગરનો કશો પત્તો લાગ્યો નથી. રેલવે સુરક્ષા અધિકારીઓએ આ મામલાની જાણકારી વન વિભાગની ટીમને પણ આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *