90 કિલોની આ મહિલાએ રાતોરાત વજન ઘટાડી એવું ફિગર બનાવ્યું કે, મોઢામાં આંગળા નાખી ગયા સબંધીઓ

વજન વધતા શરીરમાં ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. એક ગૃહિણી અને 3 વર્ષના બાળકની માતાએ ઘરની કસરતો અને વૉકિંગ કરીને પોતાનું વજન 30 કિલો ઘટાડ્યું. તેને 30 કિલો વજન ઘટાડવામાં 7 મહિના લાગ્યા હતા. વજન ઘટાડવા માટે તેનો ડાયટ અને વર્કઆઉટ કેવો હતો, તેના વિશે આ લેખમાં જાણીશું.

સામાન્ય રીતે વજન વધવાના મુખ્ય કારણોમાં અતિશય આહાર, તેલયુક્ત ખોરાક, બેઠાડુ જીવનશૈલી, ઊંઘનો અભાવ, નાસ્તામાં જંક ફૂડ વગેરે છે. ભારતીયો વિશે વાત કરીએ તો જ્યાં સુધી તેમનું વજન વધતું નથી ત્યાં સુધી તેઓ સમજી શકતા નથી કે તેઓ અનફિટ છે. મોટા ભાગના લોકો માને છે કે, જાતે જ વજન વધી જાય છે તેની જાતે જ વજન ઘટી પણ જાય છે. પરંતુ વજન પોતાની મેળે ઘટતું નથી. વજન ઘટાડવા માટે શારીરિક પ્રવૃત્તિ વધારવી પડે છે, સારો આહાર લેવો પડે છે, પૂરતી ઊંઘ લેવી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Jyoti Thorwe (@jyoti_thorwe)

આજે અમે તમને એવી જ એક માતાની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાનું વજન 30 કિલો ઘટાડ્યું છે. તેણે પોતાના પુત્રની પણ કાળજી લીધી હતી. તેણે તેની ફિટનેસ જર્ની શેર કરી છે, જે ઘણી મહિલાઓ અને અન્ય જેઓ વજન ઘટાડી રહ્યા છે તેમને પ્રેરણા આપી શકે છે. તો ચાલો જાણીએ તેમની વજન ઘટાડવાની જર્ની વિશે.

નામ: જ્યોતિ થોરવે, ઉંમર: 30 વર્ષ, નોકરી: ગૃહિણી, શહેર: એબરડીન, યુનાઇટેડ કિંગડમ, ઊંચાઈ: 5 ફૂટ 4 ઇંચ, 162 સેમી, પહેલાનું વજન: 90 કિગ્રા, અત્યારનું વજન: 60, કુલ વજન ઘટાડવું: 30 Kg, મહત્તમ BMI: 34.35

 

View this post on Instagram

 

A post shared by Jyoti Thorwe (@jyoti_thorwe)

મળતી માહિતી અનુસાર જ્યોતિએ કહ્યું હતું કે, ‘2018માં પ્રેગ્નન્સી પછી મારું વજન વધવા લાગ્યું. મારી જાત પર ધ્યાન ન હોવાને કારણે ધીરે ધીરે મારું વજન 90 કિલો થઈ ગયું અને 2018 થી 2021 સુધી એટલે કે 3 વર્ષ સુધી મારું વજન એટલું જ રહ્યું. મેં ક્યારેય વજન ઘટાડવાનું વિચાર્યું નથી. પરંતુ ત્યારબાદ જ્યારે હું સંબંધીઓ અને મિત્રોને મળી તો બધાએ મારા વધેલા વજનની મજાક પણ ઉડાવી. એ જ દિવસે મેં મનમાં નક્કી કરી લીધું હતું કે મારે વજન ઘટાડવું છે.

આ પછી તે 2021માં પતિ સાથે યુકે ગઈ અને જોયું કે ત્યાંના લોકો એકદમ ફિટ છે અને તેઓ હાઈકિંગ, પહાડોમાં સાઈકલ ચલાવવી, સર્ફિંગ વગેરે જેવી ઘણી પ્રવૃત્તિઓ કરે છે. હવે તે મારા માટે ખૂબ જ પડકારજનક બની ગયું હતું, કારણ કે હું પણ આ બધી પ્રવૃત્તિઓ કરવા માંગતી હતી, પરંતુ મારા વધતા વજનને કારણે હું તે કરી શકી નહીં. તે પછી મેં વજન ઘટાડવાનું મન બનાવ્યું અને પછી 2021 થી ડાયટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. જ્યોતિએ જણાવ્યું કે, ધીમે ધીમે મારું વજન ઘટતું રહ્યું અને છેલ્લા 7-8 મહિનામાં મેં 30 કિલો વજન ઘટાડ્યું.

 

View this post on Instagram

 

A post shared by Jyoti Thorwe (@jyoti_thorwe)

સવારનો નાસ્તો (લગભગ 400 કેલરી)
બદામ અને કાજુ, પ્રોટીન શેક

લંચ (આશરે 800 કેલરી)
2 રોટલી અથવા 1 બાજરીની ભાકરી, 2 કપ મસૂર અથવા 1 કપ શાકભાજી, લીલું સલાડ, 1 ગ્લાસ છાશ

રાત્રિભોજન (આશરે 500 કેલરી)
સલાડ + સોયા ચાપ, સલાડ ઉપરાંત પ્રોટીન શેક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *