થોડા દિવસ પહેલા શરદપૂર્ણિમાની રાત એક પરિવાર માટે લોહિયાળ રાત બની હતી. શરદપૂર્ણિમાની રાતે ગરબા રમી પરત આવતા દીકરાને અકસ્માત નડતા પરિવાર માથે દુઃખના પહાડો તૂટી પડ્યા હતા. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ભરડવા ગામના વતની થાનજી રાજપૂતના દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
તમને જણાવી દઈએ કે, થાનાજી રાજપુતે તેમના દીકરા કુલદીપના મૃત્યુ ઉપર પુણ્યકાર્ય કરી દીકરાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મૃતક દિકરાના સ્મરણાર્થે સમાજની અનેક સંસ્થાઓ અને ગૌશાળાઓમાં 1.31 કરોડનું દાન કર્યું હતું.
ભરડવા ગામના બિલ્ડર અને દાનવીર દાતા તરીકે જાણીતા થાનાજી માનાજી રાજપુતનો પુત્ર કુલદીપ સિંહ તેના મિત્રો સાથે શરદપૂર્ણિમાની રાત્રીએ ગરબા રમી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં જ અકસ્માત થતા કુલદીપ સિંહ નું મૃત્યુ થયું હતું. દીકરાના મોત ના સમાચાર મળતા જ પરિવાર ટુટી પડ્યો હતો, અને ચારે બાજુ શોકની લાગણીઓ છવાઈ ગઈ હતી.
જુવાન જોધ દીકરાને શ્રદ્ધાંજલિ આપવા બિલ્ડર પિતાએ અનેક સંસ્થાઓમાં 1.39 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ પહેલા પણ થાનાજી રાજપૂતે નડાબેટ સહિત અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં લાખો રૂપિયાનું દાન આપ્યું છે. દીકરાને શ્રદ્ધાંજલિ આપવા પિતાની આ અનોખી પહેલ સમાજમાં નવી ઉર્જા પ્રસરાવશે. અનેક લોકો આ ઘટનાથી પ્રેરિત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.