માર્ગ અકસ્માતનો સિલસિલો સમગ્ર રાજ્યમાં યથાવત રહ્યો છે ત્યારે હાલમાં રાજ્યના સુરત જીલ્લામાંથી આવી જ અન્ય એક ભયંકર ઘટના સામે આવી છે. હજીરા ક્રિભકો ઓવર બ્રિજ પાસે રોડ બાજુએ ઉભેલ ટ્રેલરમાં કોલસાથી ભરેલ ટ્રક પાછળથી ઘૂસી જતા ડ્રાઇવરના બન્ને પગ કચડાઈ ગયા હતા.
વહેલી સવારમાં સર્જાયેલ આ ઘટના પછી ઇજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર અર્થે સિવિલમાં લઈ જવામાં આવ્યો છે. હજીરામાં અંબાણી પોર્ટ પરથી કોલસાથી ભરીને ટ્રક મુંબઈ તરફ જવા માટે નીકળ્યો હતો. રક્ષાબંધનના દિવસે વતનમાં ભાઈની સુરક્ષાની પ્રાર્થના કરતી ત્રણેય બહેનોના આશીર્વાદે રમેશને મોતના મુખમાંથી ઉગારી લાવી હોય એમ કહી શકાય છે.
કોલસાથી ભરેલ ટ્રક વરસાદને લઈ રોડ બાજુએ પાર્ક ટ્રેલરમાં ઘૂસી ગઈ:
રાજેશ શાહુ (ઇજાગ્રસ્તના ભાઈ) જણાવે છે કે, બન્ને ભાઈઓ મધ્યપ્રદેશના વતની છે. છેલ્લા 2 વર્ષથી સુરતમાં ડ્રાઇવિંગ કરીને રોજગારી લઈ રહ્યા છે. પરિવારમાં 3 બહેનો તેમજ માતા-પિતા સહિત પત્ની તથા બાળકો છે કે, જેઓ વતનમાં રહે છે. વહેલી સવારનાં 5 વાગ્યાના સુમારે ટ્રક વરસાદને લઈ રોડની બાજુમાં પાર્ક ટ્રેલર માં ઘૂસી જતા જોરદાર અકસ્માત સર્જાયો હતો.
ડ્રાઈવરને ભારે જહેમત બાદ કેબિનમાંથી બહાર કાઢ્યો:
અકસ્માતની આ ઘટનામાં ડ્રાઈવરના બન્ને પગ સ્ટિયરિંગમાં કચડાઈ જતા અકસ્માતમાં ડ્રાઇવરનો ચમત્કારીક બચાવ બહેનોની પ્રાર્થનાની અસર કરી શકાય છે. જો કે, અકસ્માત સર્જાયા પછી ડ્રાઇવર રમેશને ટ્રકના કેબિનમાંથી જેમ-તેમ બહાર કાઢીને સારવાર અર્થે સિવિલમાં લઈ આવતા દાખલ કરી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.