હાલમાં મહિલાઓ કે બાળકીઓ પર દુષ્કર્મના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે. હવસખોરો નાની બાળકોને પણ હવસનો શિકાર બનાવતા હોય છે. આ દરમિયાન વડોદરા નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં એક સપ્તાહ પહેલાં 14 વર્ષની સગીરાનું મોંઢુ દબાવી સાત હવસખોરોએ આબરું લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આ સામૂહિક દુષ્કર્મ કાંડ થતાં બચી ગયો હતો. સામૂહિક બળાત્કારનો ભોગ બનતા બચી ગયેલી સગીરાની ફરિયાદના આધારે તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને હવસખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 27 મેના રોજ રાત્રે 11:30 વાગ્યાના સુમારે લક્ષ્મીપુરા ગામમાં રહેતા સુરેશ મંગળભાઇ પઢીયાર, મહેશ અંબાલાલ પઢીયાર, જયદીપ ઘનશ્યામભાઇ પઢીયાર, ચંદ્રકાંત અંબાલાલ પઢીયાર, ચિરાગ સુરેશભાઇ પઢીયાર, તેમજ સમીયાલા ગામમાં રહેતા કનુ ગોહિલ અને રમેશ રોહિત સગીરાના વાડામાં સંતાઇ ગયા હતા.
આ દરમિયાન દરેક નારાધનોએ સગીરાના બંને હાથ પકડી મોંઢુ દબાવી દુષ્કર્મ અચરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સગીરાએ બુમરાણ મચાવતા તમામ હવસખોરો સ્થળ છોડી ત્યાંથી ભાગી ગયા હતા. સામુહિક બળાત્કારનો ભોગ બનતા બચી ગયેલી સગીરાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદના આધારે આ તમામ હવાસખોરો વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તાજેતરમાં જ સાવલી તાલુકાના ડેસર પંથકમાં સગીરા ઉપર સામૂહિક બળાત્કારનો બનાવ પણ બન્યો હતો. જેમાં સંડોવાયેલા તમામ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી જેલના હવાલને કરી દેવામાં આવ્યા છે. જ્યારે લક્ષ્મીપુરા ગામમાં આ સગીરાની સમય સૂચકતાથી સામૂહિક દુષ્કર્મ કાંડ થતા અટકી ગયો હોવાનું જાણવા મળ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.