રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં બાળકોના અપહરણનાં કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટ(Rajkot)ના ધોરાજી(Dhoraji)ના સુપેડી ગામ(Supedi village)માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કારખાનામાં કામ કરતા આદિવાસી શ્રમિકની અઢી વર્ષની પુત્રીનું અજાણ્યા બાઈક(Bike) સવારે અપહરણ કરતા ચકચાર મજી જવા પામ્યો છે. આ અંગે ધોરાજી પોલીસ(Dhoraji Police) દ્વારા અજાણ્યા બાઈક સવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને સમગ્ર ધોરાજીમાં નાકાબંધી કરીને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો.
અજાણ્યો મોટરસાઈકલ ચાલક નાસી છૂટ્યો હતો
મળતી માહિતી મુજબ, ધોરાજીના સૂપેડી ગામે પ્લાસ્ટીક કારખાનામાં મજૂરી કામ કરતા આદિવાસી પરીવારની અઢી વર્ષની પુત્રીનું અજાણ્યો મોટરસાઈકલ ચાલક શખ્સ અપહરણ કરી જતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. કમલેશભાઈ ભાવશીભાઈ આદિવાસીની અઢી વર્ષની પૂત્રી સૂરબાઈને ઉઠાવીને કોઈ અજાણ્યો મોટરસાઈકલ ચાલક ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ હકુમત સિંહ જાડેજા સૂપેડી ગામે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
બાળકીની એક આંખ ત્રાંસી છે
આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીના, જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમરએ તાબડતોબ અપહરણ બનાવ મામલે જિલ્લા સહિતના પોલીસ મથકો ખાતે નાકાબંધી કરાવીને આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. નજરે જોનારા સાક્ષીએ જણાવ્યું છે કે, આ શખ્સે સફેદ કપડા પહેર્યા હતા. આ બાળકીની એક આંખ ત્રાંસી છે. જો કોઇને આ શખ્સ કે બાળકી અંગે માહિતી મળે તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.