આંખ ઉઘડતો કિસ્સો: પતંગ ઉડાવવા અગાસીએ ચડેલા બે બાળકના ધાબા પરથી નીચે પટકાતા થયા કરુણ અવસાન

તાજેતરમાં ઉત્તરાયણ નજીક હોય પહેલા ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. વડોદરામાં ઉત્તરાયણ માથા પર છે અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં પતંગ ચગાવતાં 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે.

વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલ ઝવેરનગર સ્થિત સરકારી સ્કૂલ નજીક આવેલ નર્મદા એપાર્ટમેન્ટ ખાતે આજે સાંજે સાડા પાંચે ચાર માળની ખંડેર બિલ્ડીંગ પરથી પતંગ ચઢાવતા વિરલ કરશનભાઇ રાઠવા (ઉંમર 10 વર્ષ) નામનો બાળક અગાસીમાં ઉપર પારાપીટ ન હોવાથી નીચે પડતા બાળકનું મૃત્યુ થયું હતું. મૃતક બાળકને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આવી જ બીજી એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 27 નંબરના બ્લોકમાં રહેતા 10 વર્ષીય રોનક રાવત નું મોત નીપજ્યું છે. તેના મામા ગીરીશભાઈ રાવતે જણાવ્યું કે રોનક તેમના પરિવારનો એકનો એક દીકરો હતો.

તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રોનકના માતા પિતા એક મરણ પ્રસંગ માં ગયા હતા. ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા.

ત્રિશુલ ન્યુઝ પરિવારજનોને અને લોકોને અપીલ કરી રહ્યુ છે કે વાલીઓ એ ખાસ તેમના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. પતંગ ચગાવવા બાળક જાય કે ધાબે કોઈ કારણ થી જાય ત્યારે એક મોટી વ્યક્તિએ સાથે રહેવું જોઈએ. ખાસ તો પતંગ ચગાવતી વખતે કે પતંગ લૂંટતી વખતે બાળક ભાન ન ભૂલે તે કાળજી રાખવી વાલીઓની જવાબદારી બને છે. સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *