સુરત(Surat): શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો પીપલોદ(Piplod) ખાતે આવેલ SVNIT કોલેજ નજીક આવેલ ડ્રેનેજના ચેમ્બરમાં શ્રમિકોને ઉતારવામાં આવ્યા હતા. પરંતુ ગટર લાઈનમાં પડતા ગૂંગળામણના કારણે ત્રણેય શ્રમિકો બેભાન થઈ ગયા હતા.
ડ્રેનેજ લાઈનમાં ગૂંગળામણના કારણે બેના મોત
ઉલ્લેખનીય છે કે, પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ની સફાઈની કામગીરી કરવા ઉતાર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ડ્રેનેજ લાઈનની કામગીરી સફાઈની થઈ રહી હતી ત્યારે એક મજૂર અંદર પડી ગયો હતો.
પરંતુ અંદર પડતાની સાથે અન્ય એક કામદાર પણ તેને બચાવવા માટે નીચે ઉતર્યો હતો. જો કે બંને ગુંગરામણના કારણે બેભાન થઈ જવા પામ્યા હતા. બંને મજૂરો બહાર ના આવવાને કારણે ત્રીજા મજૂરી અંદર જઈને જોતા એ પણ ઇજાગ્રસ્ત થયો હતો અન્ય મજૂરો દ્વારા તેને બચાવીને બહાર કાઢી લેવાયો હતો જો કે બે મજૂરોના ઘટનામાં મોત થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા:
મળતી વિગતો અનુસાર, બે મજૂરો ગુંગળાઈ ગયા હતા. ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળ ઉપર પહોંચી આવ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી. ડ્રેનેજ લાઈનમાં ગુંગરામણ ના કારણે બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તો સમગ્ર ઘટનાની તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે.
મૃતકના ભાઈ મુન્નાએ જણાવતા કહ્યું છે કે ચેમ્બરની અંદર મારો ભાઈ નીચે કામ કરવા માટે ઉતર્યો હતો. લગભગ 40 ફૂટ જેટલા ઊંડેથી માટીની સફાઈ માટે ઉતાર્યા હતા. મારો ભાઈ નીચે ગૂંગળાતા અન્ય એક મજૂર તેને કાઢવા માટે બહાર ગયો હતો પરંતુ એ પણ અંદર ગૂંગળાઈ જવાને કારણે મોતને ભેટ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.