ATMમાં ગયેલા 2 શખ્સોએ કાર્ડ બદલીને ૫૭૦૦૦ રૂપિયા ઉપાડીને શ્રમજીવીની કરી છેતરપીંડી

અમદાવાદના માધુપુરામાં આવેલા ATMમાં પૈસા ઉપાડવા ગયેલા શ્રમજીવીએ કાર્ડ નાખીને પૈસા ઉપાડવાની પ્રોસેસ કરવા છતાં પણ પૈસા ન નીકળ્યા, ATMમાં હાજર 2 શખ્સોએ મદદ કરવાના…

અમદાવાદના માધુપુરામાં આવેલા ATMમાં પૈસા ઉપાડવા ગયેલા શ્રમજીવીએ કાર્ડ નાખીને પૈસા ઉપાડવાની પ્રોસેસ કરવા છતાં પણ પૈસા ન નીકળ્યા, ATMમાં હાજર 2 શખ્સોએ મદદ કરવાના બહાને પૈસા ઉપાડી આપવાનું કહી, કાર્ડ બદલીને તે શ્રમજીવીના ખાતામાંથી 57 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.

અમદાવાદના શાહપુર દરવાજા, ગણેશપુરામાં રહેતા વસંતભાઈ કાળીદાસ પઢિયાર ફેબ્રિકેશનનો ધંધો કરે છે. ઘરનું વીજળી બીલ ભરવા માટે નાણાની જરૂર હોવાથી 29 જૂલાઈએ બપોરે વસંતભાઈ માધુપુરા નમસ્તે સર્કલ પાસેના SBIના ATMમાં નાણા ઉપાડવા માટે ગયા હતા. વસંતભાઈએ ATMમાં જઈ કાર્ડ સ્વાઈપ કરી પિનકોડ નાખ્યો, પરંતુ રૂપિયા ન નીકળતા ATMમાં હાજર 2 શખ્સોએ તેમને કહ્યું કે, કાકા તમારું કાર્ડ મને આપો હું તમને મદદ કરી આપું.

માટે વસંતભાઈએ તેને ATM કાર્ડ આપ્યું હતું, તે યુવકે કાર્ડ ATM મશીનમાં નાખીને વસંતભાઈને પિનકોડ નાખવાનું કહ્યું હતું ત્યારે વસંતભાઈએ પિનકોડ નાખ્યો હતો. તેમ છતાં નાણા ન નીકળતાં યુવકે વસંતભાઈને જણાવ્યું કે તમારા ખાતામાં આટલા નાણા ઉપલબ્ધ નથી. તેમ કહીને તેઓએ ATM કાર્ડ પાછું વસંતભાઈને આપ્યું હતું. જેથી વસંતભાઈ કાર્ડ લઈને ATMની બહાર ગયા હતા, ત્યારે જ તેમના મોબાઈલમાં ખાતામાંથી થયેલા જુદા જુદા ટ્રાન્જેકશનના 57,015 રૂપિયા ઉપડી જવાનો મેસેજ આવ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેમનું ATM કાર્ડ બદલાઈ ગયું હતું અને મદદ કરવાના બહાને આવેલા આ બંને શખ્સોએ પૈસા ઉપાડયા હોવાની હકીકત સામે આવી હતી. આ બનાવ સંદર્ભે વસંતભાઈએ બેંકમાં જાણ કરી હતી અને ત્યારબાદ સાયબર ક્રાઈમમાં અરજી પણ કરી હતી. આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *