વિદેશી ધરતી પર બે ગુજરાતી યુવકના મોત(Two Gujarati youths died) થતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ(New Zealand)ના ઓકલેન્ડ(Oakland)માં પીહા બીચ પર દરિયાકિનારે ફરવા ગયેલા અમદાવાદ(Ahmedabad)ના ત્રણ યુવકો પૈકી બે યુવક અંશુલ શાહ અને સૌરીન પટેલનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું છે. અન્ય એક યુવક અપૂર્વ મોદીને તરતા આવડતું હોવાને કારણે તેનો જીવ બચી ગયો હતો.
અંશુલ શાહ અને અપૂર્વ મોદી તેમની પત્નીઓ સાથે અને સૌરીન પટેલ ત્રણેય દરિયા કિનારે ગયા હતા
મહત્વનું છે કે, અંશુલ શાહ અને અપૂર્વ મોદી તેમની પત્નીઓ સાથે અને સૌરીન પટેલ ત્રણેય દરિયા કિનારે ફરવા માટે ગયા હતા. આ દરમિયાન દુઃખદ ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં અંશુલનું તેની પત્નીની સામે જ દરિયામાં ડૂબી જવાથી મોત થયું હતું. ત્રણેય જીગરજાન મિત્રો ફરવા માટે દરિયાકિનારે ગયા હતા અને તેમાં પત્નીની નજરની સામે જ મોત થતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. આવતીકાલે પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. પરંતુ તેમને ભારત લાવવા ખૂબ મોટો ખર્ચ થઈ શકે છે. જેને કારણે હવે પરિવારજનો પણ આર્થિક સંકળામણને લઈ અને મૃતદેહ લાવશે કે કેમ તેનો નિર્ણય આવતીકાલે લેવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ધરણીધર વિસ્તારમાં રહેતો અંશુલ શાહ, સૌરીન પટેલ અને અપૂર્વ મોદી એમ ત્રણ મિત્રો હતા. ઉલ્લેખનીય છે કે, સૌરીનને અપૂર્વ સ્કૂલ સમયથી જ ઓળખતો હતો. અંશુલને પણ ઘણા વર્ષોથી સૌરીન ઓળખતો હતો. અંશુલ શાહ તેની પત્ની સાથે વર્કિંગ વિઝા ઉપર ન્યૂઝીલેન્ડ ગયો હતો. અંશુલ શાહ, સૌરિન પટેલ અને અપુર્વ દરિયાના પાણીમાં ગયા હતા. જ્યારે તે બંનેની પત્નીઓ દરિયાના પાણીની બહાર ઉભી હતી. એટલે એ બહુ દૂર ગયા ન હતા અને એક બોલથી રમી રહ્યા હતા. ત્યારે દરિયામાં અચાનક એક વિશાળ મોજું ત્રણેય ઉપર ફરી વળ્યું હતું. જેમાં સૌરીને અપુર્વનો હાથ પકડી લીધો હતો. જ્યારે અંશુલ પાણીના વહેણમાં જ વહી ગયો હતો.
અંશુલ શાહ, અપૂર્વ મોદી અને સૌરીન પટેલ
આ દરમિયાન સૌરીન અને અપૂર્વ ધીરે ધીરે દરિયા કિનારે આવવાની તમામ કોશિશ કરી રહ્યા હતા. પરંતુ વધુ એક મોજું આવતાની સાથે બંને જુદા થઈ ગયા હતા. જોકે, અપૂર્વ દરિયાના પાણીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન કોઈએ 111 પર ફોન કર્યો હતો અને અંદાજે 15 મિનિટ બાદ કોસ્ટગાર્ડ્સ આવ્યા હતા. ત્યારબાદ બીજી 15 કે 20 મિનિટ બાદ દરિયામાં ડૂબેલા બંને યુવાનોને કિનારે લાવવામાં આવ્યા હતા. બંનેને CRP આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેઓનો જીવ બચી શક્યો ન હતો.
મહત્વનું છે કે, આવતીકાલે મૃતદેહ સોપાયા પછી તેના તેને ભારત લાવવાની કાર્યવાહી અંગેનો નિર્ણય કરવામાં આવશે તે પ્રકારની માહિતી મળી છે. સુત્રોના જણાવ્યા અનુસાર મૃતદેહને ભારત લાવવા માટે થઈ અને ખર્ચા સહિતની વ્યવસ્થા માટે હાઈ કમિશનની મદદ માંગવામાં આવી છે અને તેઓને આશા છે કે ભારતીય હાઇ કમિશન દ્વારા તેઓની મદદ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.