હરિયાણા રાજ્યના સોનીપત જિલ્લામાંથી એક ગોડાઉનમાંથી દારૂ સંબંધિત મોટા સ્ટોકમાં મામલાની તપાસના આદેશ ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમને આપ્યો છે. રાજ્યના ગૃહ મંત્રી અનિલ વીજએ બે લાખથી વધારે દારૂની બોટલો ગાયબ થવાની ખબર વિશે પૂછવા પર કહ્યું કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે.તેમણે જણાવ્યું કે આ ચોરી જપ્ત કરવામાં આવેલા દારૂના સ્ટોકમાંથી થઈ છે જેને એક જ ગોદામમાં રાખવામાં આવ્યો હતો.
વીજ એ કહ્યું કે સોનીપતના માર્ગ પર આવેલા એક ગોદામમાં રાખવામાં આવેલા જપ્ત કરવાના સ્ટોક માંથી દારુની ચોરી નો આ મામલો 5 મે ના રોજ મારી જાણકારી માં આવ્યો હતો.આ એક ગંભીર મામલો છે અને આવી ઘટનાઓ ડ્યુટી પર રહેલા કર્મચારીઓની મિલીભગતને વગર સંભવ નથી.તેમણે કહ્યું કે એ કારણે જ મેં આ ઘટનામાં તાત્કાલિક એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો છે.
વીજ એ કહ્યું કે lockdown ની જાહેરાત બાદ રાજ્યમાં પાંચ મે સુધી દારૂનું વેચાણ નથી થયું. હરિયાણામાં દારૂની દુકાનો ૫ મે થી ખુલ્લી છે.ગૃહ મંત્રી નું માનવું છે કે જે સમયે રાજ્યમાં દારૂનું વેચાણ બંધ હતું તે સમયે દારૂ માફિયાઓએ આવકારી અને પોલીસ કર્મચારીઓને પ્રભાવિત કર્યા છે અને આ પ્રકારની ઘટના અન્ય સ્થળો પર પણ થઇ જશે.ગૃહમંત્રીએ કહ્યું કે તેમણે નિર્દેશ કર્યો છે કે એસઆઇટી માં એક આઇએએસ અધિકારી પોલીસ વિભાગના એક અધિકારી અને કર વિભાગના એક વરિષ્ઠ અધિકારીને સામેલ કરવામાં આવે.આ તપાસ સમિતિને 20 દિવસની અંદર સરકારને પોતાનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news