દુનિયાભરમાં કોરોનાના દર્દીની સંખ્યા 2.05 લાખથી વધારે થઈ છે, જ્યારે 8000થી વધુ લોકોના મોત અત્યાર સુધીમાં થઇ ચુક્યા છે. કોરોનાનો ફેલાવો ટાળવા માટે યુરોપના દેશોએ પોતાની સરહદો સીલ કરવાની શરૂ કરી દીધી છે. યુરોપના વિવિધ દેશો વચ્ચે જમીન માર્ગે આવન-જાવન માટે અનેક રસ્તાઓ છે. આ રસ્તાઓ પૈકી ઘણાખરા હાલ બંધ કરી દેવાયા છે. ઈટાલિમાં કોરોનાની વ્યાપક અસરને કારણે 80,000થી વધારે લોકો ઘરમાંથી બહાર નથી નીકળ્યા. અમેરિકા અને કેનેડા વચ્ચેની સરહદને પણ આંશિક રીતે બંધ કરી દેવાઈ છે.
ઈરાનની સરકારે એવી ચેતવણી આપી છે કે જો પ્રજા પુરતી સાવધાની નહીં રાખે તો ચેપ ખુબ ઝડપથી ફેલાશે અને તેના પરિણામે લાખો લોકોના મૃત્યુ થઈ શકે છે. ઈરાનની સરકારી ચેનલ પર આ ચેતવણી રજૂ કરવામાં આવી હતી. બ્રિટન અને અમેરિકામાં પણ મોટી સંખ્યામાં મોત થઈ શકે છે, એવી આશંકા એક રિપોર્ટમાં વ્યક્ત કરાઈ છે. જર્મન સરકાર પણ સમયસર પગલાં નહી ભરે તો લાખો લોકોને ચેપ લાગી શકશે એવી ચેતવણી જર્મનીના જ વાઈરસ નિષ્ણાત દ્વારા અપાઈ છે. યુરોપમાં સરહદો બંધ થવાથી ઘણા નાગરિકો પરદેશમાં ફસાયા છે. તો વળી રસ્તા બંધ થવાથી સરહદ પર વાહનોની લાંબી લાઈનો ખકડાઈ હતી.
ઑસ્ટ્રીયા- હંગેરીની સરહદે ટ્રકની લાઈન 17 કિલોમીટર સુધી લાંબી થઈ હતી. આ સ્થિતિમાં નાગરિકોને જીવનજરૂરી ચીજોની અછત ન વર્તાય એ માટે સરકાર તૈયારી કરી રહી છે. ફ્રાન્સના આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ કે અઠવાડિયાથી બાર દિવસમાં વાઈરસની સ્પીડમાં ઘટાડો થવાની શક્યતા છે. ઘણા દેશોએ પરદેશી નાગરિકોને વહેલી તકે દેશ છોડવાની સૂચના આપવાની શરૂ કરી દીધી છે. અમેરિકી સરકાર મેક્સિકોથી આવેલા લોકોને પરત તેના દેશમાં મોકલવાની તૈયારીમાં છે. ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા વગેરે દેશોએ પરદેશી પ્રવાસીઓને પરત ફરવા સૂચના આપી છે. મલેશિયાએ પડોશી દેશ સિંગાપોર સાથે સરહદ બંધ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.