વિદેશની ધરતી પર વધુ બે ભારતીય વિદ્યાર્થીઓ બન્યા કાળનો કોળ્યો: જાણો સમગ્ર ઘટના એક ક્લિક પર…

Scotland News: ભારતીય વિદ્યાર્થીઓના વિદેશની ધરતી પર મોતના સમાચાર દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. અમરિકા કનેડા બાદ વધુ એક દેશમાં ભારતીય વિદ્યાર્થીઓના મોતની ઘટના…

Scotland News: ભારતીય વિદ્યાર્થીઓના વિદેશની ધરતી પર મોતના સમાચાર દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. અમરિકા કનેડા બાદ વધુ એક દેશમાં ભારતીય વિદ્યાર્થીઓના મોતની ઘટના સામે આવી છે. સ્કોટલૅન્ડમાં(Scotland News) બે ભારતીય વિદ્યાર્થીઓના મોતની ઘટના પ્રકાશમાં આવી છે.

બંને વિધાર્થીઓના ડૂબી જવાથી મોત
બને વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નીપજ્યુ હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય બે વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. ડંડી યુનિવર્સીટીના વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય મિત્રો લીન ઓફ ટુમેલ ટુરિસ્ટ સ્પોટ જે ધોધ માટે પ્રખ્યાત છે, ત્યાં ટ્રેકિંગ માટે ગયા હતા. ત્યારે બે વિદ્યાર્થીઓ ટ્રેકિંગ દરમિયાન બેલેન્સ ગુમાવતા ધોધના પાણીમાં પડી ગયા હતા. બનાવ બનતાની સાથે જ મિત્રોએ પોલીસને કોલ કરી ઘટનાની જાણકારી આપી હતી.

તેમજ ઘટના સ્થળે ફાયરની ગાડીઓ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બંનેના મૃતદેહ મળી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે આ અકસ્માત બુધવારે રાત્રે થયો હતો. તુમેલનું લીન પીટલોન્ક્રી, પર્થશાયરના ઉત્તર પશ્ચિમમાં તુમ્લ અને ગેરી નદીઓના સંગમ પર સ્થિત છે. આ વિસ્તાર ખડકો અને ધોધ માટે પ્રખ્યાત છે.

મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. લંડન સ્થિત ભારતીય દુતાવાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલ દુતાવાસ મૃતકોના પરિવારનો સંપર્ક કરી મૃતદેહને ભારત મોકલવવા પ્રયાસ કરી રહી છે. આ સાથે ડંડી યુનિવર્સીટી પણ શક્ય હોય તેટલી મદદની ખાતરી આપી છે.

મળતી માહિતી મુજબ એક મૃતકના સંબધી યુકેમાં રહે છે. દુતાવાસના અધિકારીઓએ પણ તેમની મુલાકાત લીધી હતી. સ્કોટલૅન્ડ પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે બને વિદ્યાર્થીઓના આજે જ પોસ્ટમોર્ટમ કરી તેમના મૃતદેહને ભારત મોલ્વાનો પ્રયાસ કરવામાં આવશે.