ગુજરાતના આ વિસ્તારોમાં વીજળી પડતા 5 ના મોત- જાણો વિગતે

ઉના(Una) પંથકમાં આજે તોફાની વરસાદ વરસ્યો હતો. જો કે વિજળી પણ ઘાતક બની હોય તેમ પોતાનું રૌદ્ર સ્વરૂપે દેખાઇ હતી. ઉનાના સેંજલીયા ગામે વિજળી પડવાનાં કારણે 2 માછીમારોનાં મોત થયા હતા. જ્યારે 1 માછીમાર હજી સુધી લાપતા છે. તેઓ સેંજલીયા ગામના દરિયાકાંઠે માછીમારી કરતા હતા. ત્યારે વિજળી પડતા 45 વર્ષીય જાદવભાઇ રાઠોડ અને 30 વર્ષીય જીણાભાઇ પરમારનું મોત થયું હતું. જ્યારે હજી સુધી એક માછીમાર ગુમ છે.

જેથી માછીમારની શોધખોળ ચાલી રહી છે. લાઠીનાં અકાળા ગામે વિજળી પડવાનાં કારણે ખેતરમાં રહેલી એક મહિલા પારસબેન સોજીત્રાનું મોત નિપજ્યું હતું. ધારીનાં છતડીયા ગામે વિજળી પડતા એક યુવતી અને બગસરામાં એક કિશોરીનું મોત નિપજ્યું હતું. જ્યારે કુંકાવાવના અમરાપુરમાં એક ટ્રેક્ટરમાંથી પડી જતા પૂરમાં તણાઇ જવાને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું.

અમરેલી જિલ્લાના લાઠીના અકાળામાં વીજળી પડતા એક યુવતીનું મોત નિપજ્યું છે. પારસ બેન નામની મહિલા ખેતરમાં કપાસ વાવી રહ્યા હતા ત્યારે વિજળી પડતા પારસબેનનું મોત થયું હતું. જ્યારે અન્ય એક મહિલાનું સારવાર દરમિયાન લાઠી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *