રાજકોટમાં એક યુવતીને 400 રૂપિયા ઉછીના આપવાના બહાને બોલાવી મિત્ર સહિત 2 શખ્સોએ ગેંગરેપ કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીના મિત્રએ તેને 400 રૂપિયા આપવાના બહાને બોલાવી હતી. જે બાદ મિત્ર યુવતીને રીક્ષામાં બેસાડી અવધના ઢાળ પાસે લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. બાદમાં યુવતીના કૌટુંબિક ભાઈએ આવીને તેણે પણ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેથી પોલીસે રીક્ષામાં સાથે આવેલા સગીર સહિત 3 સામે ગેંગરેપનો ગુનો નોંધીને ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. મોટી વાત એ છે કે ઘટના 7 દિવસ પહેલા બની હતી.
યુવતીએ સમાજના ડરથી 7 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી
પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે કાલાવડ રોડ પર રહેતા નૈમિષ પ્રવિણભાઈ સોલંકી, હિતેષ મુકેશભાઈ રાઠોડ અને એક અન્ય સગીર વિરૂદ્ધ 376(ડી) અને 506(2) મુજબ ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી છે. યુવતીએ ફરિયાદમાં લખાવ્યું છે કે તેને પૈસાની જરૂર હોવાથી તેના મિત્ર નૈમિષ સોલંકીને વાત કરી હતી. જેથી નૈમિષે પૈસા આપવા માટે તેના ઘર પાસે આવવાનું કહ્યું હતું અને પોતે રીક્ષામાં બેઠો હોવાનું કહ્યું હતું. યુવતી રીક્ષામાં બેઠી ત્યારે નૈમિષ સાથે તેનો બીજો એક મિત્ર પણ ત્યાં હાજર હતો. જે બાદ નૈમિષે કહ્યું કે તું રીક્ષામાં બેસી જા હું આગળ જઈને પૈસા આપુ છું એવું કહ્યું હતું. બાદમાં અવધના ઢાળ પાસે લઈ રીક્ષા લઇ ગયા હતા અને દુષ્કર્મ આચર્યુ હતું.
યુવતીના કૌટુંબિક સગા હિતેષે પણ દુષ્કર્મ કર્યું હતું
વધુમાં જણાવતા યુવતીએ કહ્યું હતું કે નૈમિષના મિત્રએ મારા કૌટુંબિક સગા હિતેષ રાઠોડને બોલાવ્યો હતો અને તેને પણ મારી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. મારની બીકે હું કંઈ બોલી શકી ન હતી. મને એમ હતું આ લોકો મને મારી નાખશે. અવધના ઢાળ પાસેથી નૈમિષનો મિત્ર અને હિતેષ જ્યાંથી રીક્ષામાં બેઠી હતી ત્યાં છોડી ગયો હતો. તેમજ આ લોકોએ મને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હું ડરી ગઈ હતી. બાદમાં મેં સમગ્ર ઘટનાની જાણ મારા ભાઈને કરી હતી. હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને ત્રણેયની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews