મુખ્યમંત્રીના શહેરમાં પકડાયું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, મોટા માથાઓ અને તેમના દીકરાઓ કરતા હતા…

હાલમાં કોરોનાની મહામારી વધતાંની સાથે જ લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધીરે-ધીરે ઘણાં ક્ષેત્રોની શરૂઆત હાલમાં અનલોકનો અમલને કારણે થઈ છે. હાલમાં તો ટુક જ સમયગાળામાં આવી ઘટનાઓનો પર્દાફાશ થયેલ છે, ત્યારે હાલમાં ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી રહી છે.

રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ સતત વધતું જ જાય છે ત્યારે ઘણી જગ્યાએ ગોરખધંધાનો પર્દાફાશ થતો હોય છે, ત્યારે રાજકોટમાંથી પણ એક સેક્સ રેકેટનો પર્દાફાશ હાલમાં થયો છે. રાજકોટમાં આવેલ વીરપુરમાં સાગર ગેસ્ટ હાઉસમાં સેક્સ રેક્ટ ચાલતું હોવાંની જાણકારીને આધારે ઉચ્ચ અધિકારીએ ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી.

જેમાં કુલ 1 રૂપલલના, કુલ 1 એજન્ટ તેમજ કુલ 1 મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે.આ ઘટનાની મળતી જાણકારી મુજબ જેતપુરમાં આવેલ વીરપુરમાં નબીરાઓનાં શોખ પુર્ણ કરવાં માટે સાગર ગેસ્ટહાઉસમાં બહારથી યુવતીઓને મંગાવી આપવામાં આવતી હતી.

છેલ્લા ઘણાં સમયથી હોટલની આડમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું પણ સ્થાનિક પોલીસનાં ખિસ્સા ભરાઈ જતાં હોવાને લીધે આંખ આડા કાન કરતી વીરપુર પોલીસ રાત્રીની નિંદ્રામાં હતી. આ સમય દરમ્યાન ASP સાગર બાગમારે નકલી ગ્રાહક મોકલીને રેડ કરી હતી તેમજ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

રાજકોટ,ગોંડલ,જેતપુર સહિત ઘણાં શહેરનાં ઉધોગકારો તથા રાજકારણીઓ નબીરાઓ માટે આ સેક્સ રેક્ટ હોટલની આડમાં ચાલી રહ્યું હતું. નબીરાઓને બધાં પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી હતી. સાગર હોટલમાંથી વિદેશી બ્રાન્ડનાં દારૂ તેમજ બિયર પણ પોલીસનાં હાથે લાગ્યા છે.

આવાં સમયે વું પણ કહી શકાય કે અહીં આવતાં ગ્રાહકને બધાં પ્રકારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હતી.અહી મહત્વની વાત તો એ છે, કે જ્યાં રેડ કરવામાં આવી એ સાગર હોટલની નજીકમાં જ વીરપુરનાં PSI ભોજાણી રહે છે, પણ આટલાં દિવસોથી ચાલી રહેલાં આ સેક્સ રેકેટ પર એમની નજર કેમ ન પડી તથા ઉચ્ચ અધિકારીઓને નકલી ગ્રાહકોને મોકલી રેડ કરવાની ફરજ પડી.

સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે સાગર હોટલનાં માલિક SP તથા રેન્જ.IG સુધીનો સંપર્ક ધરાવતાં હોય જેને લીધે હોટલમાં જ્યારે રેડ કરવામાં આવી ત્યારે ગ્રાહકોને છોડી દેવામાં આવ્યા હતાં. ફક્ત એજન્ટ તેમજ હોટલ મેનેજરની સામે જ ગુન્હો નોંધીને સંતોષ માની લેવામાં આવ્યો હતો પણ જો હોટલનાં CCTV ફૂટેજ ચેક કરવામાં આવે તો કેટલાંક રહસ્ય  ખુલી શકે તેવી પણ શકયતા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *