ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) શહેરમાં સિટી બસ(City bus)ને કારણે વધુ એક ગંભીર અકસ્માત(Accident)નો બનાવ સામે આવ્યો છે. સિટી બસે ટુવ્હીલર ચાલકને પાછળથી જોરદાર ટક્કર લાગી હતી. જેને કારણે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI) તરીકે ફરજ બજાવતા એચ.એ. અઘામને માથાના ભાગે અત્યંત ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેઓની સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
પોલીસ સબ ઇન્સ્પેક્ટરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી:
મળતી વિગત અનુસાર, રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક ડાબી બાજુ ટોઇંગ સ્ટેશન નજીક સિટી બસે પાછળથી ટુવ્હીરને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં બેન્ડ PSI તરીકે ફરજ બજાવતા એચ.એ. અઘામને માથાના ભાગે અત્યંત ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઇ ગયા હતા. બાદમાં 108 દ્વારા PSIને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. PSIના મૃત્યુને લઇને પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
PSIનો એક પુત્ર SRPમાં ફરજ બજાવી રહ્યો છે:
જણાવી દઈએ કે, મૃતક PSI મોચીનગરમાં રહેતા હતા અને તેઓનો આજે વીક ઓફ હતો. જેને કારણે કામ માટે તેઓ ઘરથી બહાર નીકળ્યા હતા ત્યારે 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસે ગંભીર અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જેને લીધે તેમના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બે દીકરાઓ પૈકી એક SRPમાં ફરજ બજાવે છે. પોલીસે બસ ચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.