મહેસાણા(ગુજરાત): ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. તે દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેવામાં ફરી એક વાર મોઢેરા-મહેસાણા હાઇવે પર ગણેશપુરા પાટિયા નજીક સામસામે બે ગાડી ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. બંને ગાડીમાં સવાર સાડા ત્રણ મહિનાની બાળકી સહિત 9 વ્યક્તિ ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ, સોમવારે મોઢેરાના અમરપુરાવાસમાં રહેતા વકીલ નિલેશભાઇ સેંધાભાઇ નાયી તેમની સાડા ત્રણ મહિનાની દીકરી આરાધ્યાને રસી મુકાવવા માટે મહેસાણા જઈ રહ્યા હતા. આ દરમિયાન પત્ની છાયાબેન, દીકરો વ્રજ અને આરાધ્યા કારમાં જઈ રહ્યા હતા.
જયારે બપોરે 2-30 વાગે રસી મુકાવી ઘર તરફ રવાના થયા હતા, ત્યારે ગણેશપુરા પાટિયા અને વિજાપુરડા વચ્ચે મોઢેરા તરફથી રોંગ સાઇડ પર આવતી બીજી ગાડીના ચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નિલેશભાઇને જમણા પગે ઘૂંટણે ફેક્ચર થયું હતું. હાલ આઇસીયુમાં દીકરી આરાધ્યાને દાખલ કરાઇ હતી. બીજી તરફની ગાડીમાં સવાર પાંચે મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.