સુરતમાં મહિલાઓને વિનામુલ્યે સ્ટોલનું પ્લેટફોર્મ પૂરું પાડીને UBN એ લાખોનો વેપાર કરાવ્યો- આગામી સમયમાં પણ કરશે આયોજન

સુરત(Surat): મહિલાઓને રોજગારી મળે તે હેતુસર UBN એટલે કે યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા સરથાણા(Sarthana) કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા એક્ઝિબિશન(Exhibition)માં મહિલાઓએ લાખોનો…

સુરત(Surat): મહિલાઓને રોજગારી મળે તે હેતુસર UBN એટલે કે યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા સરથાણા(Sarthana) કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા એક્ઝિબિશન(Exhibition)માં મહિલાઓએ લાખોનો વેપાર કર્યો છે. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ અને વેપાર કરતી મહિલાઓને વિનામુલ્યે 90 સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ તમામ મહિલાઓને ઓન ધ સ્પોટ અમેઝોનનું પ્લેટફોર્મ આપીને તેમના ઓફલાઈન વેપારને ઓનલાઈન ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મેયર અને ડેપ્યુટી મેયરથી માંડીને અનેક મહેમાનો હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

UBN દ્વારા સફળ થયેલા આ એક્ઝિબિશનમાં બાળકોથી માંડીને યંગસ્ટર્સને પણ પોતાની સ્કીલ પ્રદર્શિત કરવા માટે ઓનલાઈન પ્લેફોર્મ પુરું પાડવામાં આવ્યું હતું. જેમાં લાઈવ કુકીંગ, લાઈવ પેઈન્ટિંગ, સિંગીંગ , ડાન્સ , અને ઓન સ્ટેજ વક્તવ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાળકોથી માંડીએ યંગસ્ટર્સે આ લાઈવ સ્ટેજ પર પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. આ તમામ લોકોની સ્કીલને UBN દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

UBN ફાઉન્ડર જીગર પીપલિયા અને જયંત વેકરીયાએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં મંદ પડી ગયેલા મહિલાઓને બિઝનેસને ફરી વેગવંતો કરવાના પ્રયાસરૂપે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 90 જેટલી મહિલાઓને નિશુલ્ક સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી. આ તમામ મહિલાઓને અમેઝોનનું પ્લેટફોર્મ આપીને તમામને અમેઝોનના સર્ટિફીકેટ આપીને સિમાનિત કરાયા હતા. આગામી સમયમાં મહિલાઓના બિઝનેસને પ્રમોટ કરવા UBN ટીમ દ્વારા વધુ એક પ્રયાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *