આ ગુજરાતી સીઈઓ માત્ર એક રૂપિયો પગાર લે છે , કંપની કમાય છે અરબો રૂપિયા…

દેશની ફાર્મા સેક્ટર ની સૌથી મોટી કંપની સન ફાર્માસીટિકલ સતત નફામાં વધારો કરી રહી છે. પરંતુ તેના સ્થાપક દિલીપ સંઘવી ફક્ત 1 રૂપિયો જ પગાર લે છે. જ્યારે વર્ષ 2018-19 માં આ કંપનીની કમાણી ત્રણ કરોડ કરતા પણ વધુ જોવા મળી રહી હતી. કંપની તરફથી મળી રહેલી જાણકારી મુજબ વર્ષ 2018-19 માં દિલીપ સંઘવીએ માત્ર પગાર રૂપે એક રૂપિયો જ લીધો હતો. વર્ષ 2018-19 માં કંપનીને 27% નફામાં વધારો થયો છે. દિલીપ સંઘવી હાલમાં ફાર્મ પાસે સૌથી ઓછો પગાર લેવાવાળા સીઈઓ છે.

ગયા વર્ષે સવા ત્રણ કરોડ રૂપિયાનો થયો હતો નફો.

સન ફાર્માસીટિકલ ના સીઈઓ દિલીપ સંઘવી ને વર્ષ 2017-18 માં 3.36 કરોડ રૂપિયા નો નફો થયો હતો. જેની સરખામણીમાં વર્ષ 2018-19 માં 25 કરોડ રૂપિયાનો નફો થયો છે. યુપીના નિર્દેશક નિલેશ ગુપ્તાને વર્ષમાં 1.9 કરોડ રૂપિયાનું વેતન મળ્યું હતું. ફાર્મા ટ્રેક્ટર ની હજી વધુ એક મોટી કંપની ડોક્ટર રેડી ના નિર્દેશક એવા સીઈઓ જીવી પ્રસાદ વર્ષના વેતન તરીકે 12.38 કરોડ રૂપિયાનો સ્વીકાર કર્યો છે.

વેતન સિવાય પણ અન્ય લાભો રૂપે મળે છે કદાચ ત્રણ લાખ રૂપિયા.

દિલીપ સંઘવી ને જોકે વેતન ના રૂપ માં માત્ર એક રૂપિયો જ મળે છે. પરંતુ અન્ય લાભ રૂપે કંપની કદાચ ત્રણ લાખ રૂપિયાનો લાભ આપે છે. કંપનીના વર્ષભરના રિપોર્ટ અનુસાર 31 માર્ચ 2019 સુધીમાં તરફથી 2.62 લાખ રૂપિયા ના લાભ રૂપે ઘર,મેડિકલ,ટ્રાવેલિંગ ના રૂપ માં દેવામાં આવ્યા છે. દિલીપ સંઘવી ના ફોર્મ કદાચ 9.6 ટકા ભાગ છે. તેની કિંમત હાલમાં કદાચ 11039 કરોડ રૂપિયા જાણવા મળી રહી છે.

ડિવિડન્ટ રૂપે મળ્યા કરોડો રૂપિયા.

આ કંપની સતત પોતાના શેરધારકોને ડિવિડન્ડ આપી રહી છે. કંપનીમાંથી મળે જાણકારી મુજબ વર્ષ 2018 19 માં દિલીપ સંઘવી ને શેરના બદલામાં કદાચ 63.3 કરોડ રૂપિયા નું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યુ હતું. જે એક વર્ષ પહેલા આ ડિવિડન્ડ કદાચ 46.1 કરોડ રૂપિયાનું હતું.

કંપની કમાઈ રહી છે કરોડો રૂપિયા.

વર્ષ 2018 કંપનીનો નફો 10 ટકાથી વધીને 28686 કરોડ રૂપિયા થઇ ચૂક્યો હતો. જેનો ફોટો વર્ષ 2018 19 માં વધીને 27 ટકા થયો હતો. થોડા વર્ષો પહેલા જ નફો સીધો 52 ટકા જેટલો નીચો ઉતરી ગયો હતો.જો કે તે વર્ષ દરમિયાન કંપનીએ પોતાના નેટવર્ક બદલવા ના કારણે 1085 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરવી પડી હતી. તેના કારણે 52% નફામાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *