બિહારમાં આકાશમાંથી પડ્યો ચમત્કારી પથ્થર, સીએમ નીતીશ કુમાર પણ છે હેરાન.,જુઓ વિડીઓ .

બિહારમાં સોમવારના દિવસે આકાશમાંથી એક એવો પથ્થર પડ્યો છે જે પથ્થર જોઈને દરેક લોકો હેરાન થઈ રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી નીતીશકુમાર પણ આ પથ્થર જોવા માટે પહોંચ્યા હતા. શ્રાવણ માસના સોમવારના દિવસે આકાશ માંથી પડેલો આ પથ્થર ને લોકો દેવી શક્તિ માની રહ્યા છે. લોકો માની રહ્યા છે કે, શંકર ભગવાનની કૃપા બિહાર ઉપર વરસી રહી છે.

આ પથ્થર બિહારના મધુબની જિલ્લામાં આવેલ લોહકી ગામના એક ખેડૂતના ખેતરમાં થી મળી આવ્યો છે. વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ પથ્થર એક ઉલ્કાપિંડ છે જે અવકાશમાંથી પડ્યો હોય તેવું વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે. આ ચમત્કારી પથ્થરનું વજન 15 કિલોગ્રામ નો છે. જિલ્લાના પ્રશાસન દ્વારા જિલ્લામાં આવેલ પ્રાચીન અવશેષો ની સાથે આ પથ્થરને પણ મુકવામાં આવ્યો છે. ખૂબ જ થોડા સમયમાં આ પથ્થરને લેબોરેટરી મોકલવામાં આવશે.

મળેલ જાણકારી અનુસાર મધુબની જિલ્લાના કોહલી ગામમાં એક ખેતરમાં ખેડૂતો કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક આકાશમાંથી એક પથ્થર પડ્યો તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. પડવાના કારણે ખુબ મોટો અવાજ થયો હોવાથી ખેડૂતો ડરી ગયા હતા. થોડા સમય બાદ બધા ખેડૂતો આ ઘટના સ્થળ પાસે પહોંચીને જાણકારી મેળવતા જણાયું કે, આકાશમાંથી કોઈ એક મોટો પથ્થર પડી આવ્યો છે.


ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પથ્થર આકાશમાંથી જગ્યાએ પડ્યો હતો તે જગ્યા પર કદાચ ચાર ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે. જે સમયે પથ્થર ખેતરમાં આકાશમાંથી પડ્યો તે સમયે થોડો થોડો વરસાદ પણ વરસી રહ્યો હતો. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે જે સમયે આ પથ્થર ખેતરમાં પડ્યો તે સમયે પથ્થર ગરમ હતો. તો આ પથ્થર સાથે ચુંબક લગાવવામાં આવે તો લોખંડ ની જેમ ચુંબક પથ્થર સાથે ચોટી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *