ટીમ ઈન્ડિયાએ ઉમરાન મલિકે (Umran Malik) ઓકલેન્ડ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ભારતીય ટીમે ઉમરાન પર જે વિશ્વાસ બતાવ્યો, આ ફાસ્ટ બોલર 100 ટકા સાચો સાબિત થયો. ઉમરાન મલિકે પોતાની ડેબ્યૂ વનડેમાં જ શાનદાર બોલિંગ કરી હતી. પોતાની સ્પીડના આધારે તેણે ન્યુઝીલેન્ડમાં ખળભળાટ મચાવ્યો હતો, તેની સાથે તેણે પોતાની વિકેટોનું ખાતું પણ ખોલ્યું હતું. ઉમરાન મલિકનો પ્રથમ વનડે શિકાર ડેવોન કોનવે બન્યો હતો, જેને તેણે પંતના હાથે કેચ કરાવ્યો હતો.
First wicket for #UmranMalik
But the speedometer is showing the speed of the ball to be 84.7 kph 😅😅
#IndvsNz pic.twitter.com/BhPpm5C962
— BB (@BiggBoss1314) November 25, 2022
Umran Malik એ 16મી ઓવરમાં ડેવોન કોનવેને આઉટ કર્યો હતો. આ ખેલાડી 24 રન બનાવીને ક્રિઝ પર સેટ થઇ ગયો હતો પરંતુ ઉમરાને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઉમરાનનો બોલ ઓફ-સ્ટમ્પની બહાર ફેક્યો હતો અને કોનવેએ ટેમ્પર કરવાના ચક્કરમાં તેની વિકેટ ગુમાવી દીધી હતી.
Umran Malik એ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરેલ મિશેલને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. મિશેલ ઉમરાનની સ્પીડને બરાબર જોઈ શક્યો ન હતો અને 11 રનમાં તેની વિકેટ ગુમાવી દીધી હતી. ઉમરાનના બોલ પર મોટો શોટ રમવાના ચક્કરમાં હુડ્ડાને કેચ આપી બેઠો હતો. ઉમરાનનો આ બોલ ખુબ જ ઝડપી હતો અને આ ઝડપને કારણે મિશેલ બરવાર શોટ રમી શક્યો નહિ.
What a dream Debut for #UmranMalik …. the gun of Indian Team. 🔥#INDvsNZ pic.twitter.com/7Kfpj8ISSG
— Akshat (@AkshatOM10) November 25, 2022
Umran Malik ની તાકાત તેની ઝડપ છે અને તેણે ઓકલેન્ડમાં આ જ વાત સાબિત કરી. આ મેચમાં ઉમરાન મલિકે 153 કિમીની ઝડપે પણ બોલ ફેંક્યો હતો. પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની સાથે તેની એવરેજ સ્પીડ 145 કિમી છે. ઉમરાનની સ્પીડ ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન કરતા પણ વધારે હતી. આ મેચમાં ફર્ગ્યુસનની એવરેજ સ્પીડ 143 કિમી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.