વડોદરામાં લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી ‘અક્ષર સોસાયટી’ પાસે રહેતા પરપ્રાંતીય કાકા-ભત્રીજા વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન ભત્રીજાએ કાકાને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના અંગે લક્ષ્મીપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ સાયન્સ ગ્રેજ્યુએટ થયેલ ભત્રીજાની ધરપકડ કરવામાં આવી હતી.
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અમરેન્દ્ર દુધનાથ પાંન્ડે અને તેમનો ભત્રીજો છેલ્લા દોઢ વર્ષથી વડોદરામા જ રહેતા હતા અને ‘ગોત્રી રોડ’ પર આવેલી ખાનગી બેન્કમાં નોકરી કરતો હતો. કાકા અમરેન્દ્રને દારૂ પીવાની આદત હોવાથી બન્ને વચ્ચે અવારનવાર ઝઘડો થતા હતા.
ગયા રવિવારે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. તથા બીજા દિવસે ફરી બંને વચ્ચે માથાકૂટ થતાં ભત્રીજા દીપેન્દ્ર પાંડેએ કાકા અમિન્દ્ર પાંડે પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે લોહીથી લથપથ હાલતમાં કાકાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
જોકે કાકા પર હુમલો કર્યા પછી કોઈ ને શંકા ન થાય તે માટે દિપેન્દ્ર અન્ય સબંધીને ત્યાં ભાગી ગયો હતો અને રાત્રિ સમયે ઘરે પરત આવી ગયો હતો અને પોતાના કાકાની હત્યા થઈ હોવાનો પોલીસને ફોન પણ કર્યો હતો.
જોકે પોલીસે તપાસ કરતા માહિતી મળી હતી કે, પોલીસને બાતમી આપનાર દીપેન્દ્રએ જ તેના કાકાની હત્યા કરી છે. જેથી પોલીસે તેની કડકાઈથી પુછતાછ કરતા તેને ગુનો કબૂલી લીધો હતો. ધટના અંગે લક્ષ્મીપુરા પોલીસે કાકાની હત્યામાં સામેલ ભત્રીજા દીપેન્દ્રની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle