ઊંઝા શહેર ભાજપ યુવા મોરચા પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ ને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ દ્વારા પક્ષમાં હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા હતા જોકે ભાવેશ પટેલને શા માટે બરતરફ કરવામાં આવ્યા છે ? એ અંગે નીતિન પટેલે એવું જણાવી દીધું હતું કે ઉપરથી મળેલા આદેશ મુજબ મેં તેમને બરતરફ કર્યા છે તો બીજી બાજુ ભાવેશ પટેલ ને મોકલેલા સસ્પેન્ડ લેટરમાં તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાને કારણે બરતરફ કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આમ ક્યાંકને ક્યાંક જિલ્લા પ્રમુખ ના જવાબો માં જ ભારે અસંગતતા જોવા મળી રહી છે. જેને લઇ ઊંઝા ભાજપ યુવા મોરચાના કાર્યકરોમાં ભારે રોષની લાગણી જન્મી છે.
ભાવેશ પટેલને હોદા પરથી બરતરફ કરવા ને કારણે યુવા ભાજપના કાર્યકરોમાં ભારે રોષની લાગણી જન્મી હતી. જેને લઇને ભાવેશ પટેલના સમર્થનમાં યુવા કાર્યકરો એકત્ર થયા હતા અને ખોટી રીતે ગેર વ્યાજબી કારણો આગળ ધરી ને આયાતી નેતાઓના કહેવાથી ભાજપ દ્વારા ભાવેશ પટેલ ને હોદ્દા પરથી બરતરફ કર્યા તેની સામે યુવાનોએ ભારે રોષ પ્રગટ કર્યો હતો અને સાથે સાથે તેમણે ભાવેશ પટેલ ને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
જો કે ભાવેશ પટેલનો સીધો આરોપ છે કે, ” સમગ્ર મામલે ઊંઝા ના આયાતી ભાજપના ધારાસભ્ય આશા પટેલ એક હથ્થું શાસન કરવા માટે મૂળ ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાઓ ને હટાવી ભાજપનું કોંગ્રેસીકરણ કરવા માંગે છે. તેમના જ કહેવાથી જીલ્લા પ્રમુખ નીતિન પટેલે મને બરતરફ કર્યો છે.” જો કે આ મામલે ઊંઝા ભાજપ ના યુવા કાર્યકર્તા ઓ દ્વારા નીતિન પટેલ ને લેખીત રજૂઆત તેમજ ખોટા નિર્ણય સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.પણ યુવાનોની માગણી ની દરકાર ના કરતાં છેવટે ઊંઝા ભાજપ યુવા હોદ્દેદારો, કારોબારી સદસ્યો મળી આશરે100 થી વધુ કાર્યકર્તાઓની એક અગત્યની મિટિંગ યોજાઈ જેમાં તમામ કાર્યકર્તાઓ ભાવેશ પટેલ ને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો.
વધુમાં ચર્ચાતી વિગતો અનુસાર તેમજ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આવનારા સમયમાં ભાવેશ પટેલ અને યુવા સમર્થકો કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાઇ શકે તેવા સંકેતો પણ મળી રહ્યા છે, જો આમ થાય તો આવનારી ચૂંટણીઓમાં ઊંઝા ભાજપ ને મોટું નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. કારણ કે ઉંઝામાં અગાઉથી જ ભાજપના બે જૂથો આમને-સામને છે. એમાંય જો ભાજપની યુવા પાંખ ગણાતી BJYM ના કાર્યકરો જો ભાજપથી નારાજ થઇને કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષોનો ખેસ ધારણ કરી લે તો કદાચ આવનારા સમયમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે. તેમ જ ઊંઝા તાલુકાના 35 ગામડાઓમાં પણ આની સીધી અસર થઈ શકે છે અને ઊંઝા તાલુકાનો મોટાભાગનો યુવા વર્ગ ભાજપથી વિમુખ થઈ શકે છે, કારણ કે હાલમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે, તેમજ વિવિધ પરીક્ષાઓમાં બહાર આવતા કૌભાંડો ને લીધે એમ પણ ભાજપની ઇમેજને મોટો ધક્કો પહોંચ્યો છે. તેમાંય વળી ભાજપની યુવા પાંખના કાર્યકરો જો પક્ષથી નારાજ થાય તો આવનારા સમયમાં મોટું નુકસાન પક્ષને થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.