જળ એ જીવન છે, મનુષ્ય, પશુ-પક્ષી અથવા જીવજંતુ આ દરેક સજીવને જીવવા માટે પાણીની જરૂર પડે જ છે, એમાય ખાસ કરીને મનુષ્યને ખુબજ મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે, પૃથ્વીનો ૭૦.૯% ભાગ પાણીથી ઘેરાયેલ છે જેમાંથી નદીઓ, સરોવરો અને તળાવો પાસે માત્ર ૦.૬% ભાગ જ પાણી છે, અને આ પાણી નો ઉપયોગ પૃથ્વી પર રહેલ તમામ જીવસૃષ્ટી કરે છે, આમાં હજુ થોડા ઊંડા જઈએ તો ૦.૬% માંથી ૬૯% ખેતીમાં, ૨૩% ઉધ્યોગોમાં અને ૮%આપડે રોજીદા જીવનમાં પાણીનો ઉપયોગ આપડે કરીએ છીએ, એટલે આ ટકાવારી પ્રમાણે પાણી આપડા માટે કેટલું અમુલ્ય છે, એ આ ટકાવારી ઉપરથી બધાને અંદાજ આવીજ ગયો હશે, હાલ જંગલોનો નાશ થતા વરસાદ પણ ઓછો થયા ગયો છે,
સિમેન્ટ કોક્રીટ ના જંગલ જે આપડે ઉભા કર્યા એના લીધે અને RCC અને ડામરના રોડને લીધે જમીનમાં પાણી ના તળ પણ ખુબજ ઊંડા જતા રહ્યા છે એ બાબત આપ સારી રીતે જાણો છો, એટલે જો આવીને આવી હાલત રહીતો આપડી આવનારી પેઢીને પાણી માટે વલખા મારવા પડશે, અને પીવાથી માંડીને નાહવા-ધોવા માટે પણ વેહ્ચાતું પાણી લેવું પડશે, જો આ પરિસ્થિતિનું નિર્માણ ના થવા દેવું હોય તો પાણીનો બચાવ કરતા શીખવું પડશે, રોજીંદા જીવનમાં લેવાતા પાણીના ઉપયોગમાં માંડી જ્યાં જ્યાં આપડે પાણી બચાવી શક્એ ત્યાં ત્યાં પાણીનો બચાવ કરવો જોઈએ.
આ પાણી બચાવવા માટે શ્રેષ્ઠ અને ઉત્તમ રસ્તો એ છે કે વરસાદી પાણી નો સંગ્રહ કરવો અથવા વરસાદી પાણી બોરવેલ અને કુવામાં પાછુ કઈ રીતે જાય એવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી જોઈએ, જો તમે આ સિસ્ટમ તમારા મકાન કે ફ્લેટ માં લગાવવવા માંગતા હોઈ તો આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ માત્ર 2000 જ થાય છે એ બધાને પરવડે આ સિસ્ટમ એકજ વાર ઇન્સ્ટોલ કરવી પડે છે, જે વર્ષો સુધી કોઈ મેન્ટેન્સ વગર દર વર્ષે ખાસો એવો પાણીનો બચાવ કરે છે અને જમીનમાં પાણી ડાયરેક્ટ અંદર ઉતરે છે જેથી પાણીના તળ પણ ઉચા આવશે.