આ ખેડૂતે બનાવ્યું ઝાડ પર ચઢી શકાય તેવું અનોખું મશીન- કલાકોમાં થતું કામ હવે ગણતરીની મીનીટોમાં પૂરું થશે

તમે એવી ઘણી નવી ટેકનોલોજી(Technology) જોય હશે. જયારે ઘણા નવા અને અનોખા વાહનો વિશે તો તમે સાંભળ્યું જ હશે. આજે અમે તમને એક એવા વાહન વિશે જણાવવાના છીએ. જે તમને આગળ નહીં પરંતુ સીધા ઉપર લઈ જવામાં મદદ કરે છે. આ સંભાળીને ગભરાશો નહીં, ઉપર એટલે કે ઝાડ પર… આ એક ટ્રી ક્લાઈમ્બિંગ સ્કૂટર છે જે તમને માત્ર 30 સેકન્ડમાં ઝાડની ટોચ પર લઇ જવામાં મદદ કરે છે. આ ટ્રી ક્લાઈમ્બિંગ સ્કૂટર(Tree climbing scooter) સામાન્ય લોકો માટે ભલેને ઉપયોગીમાં ન આવતું હોય. પરંતુ આ ટ્રી ક્લાઈમ્બિંગ સ્કૂટર ખેડૂતો માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ટ્રી ક્લાઈમ્બિંગ સ્કૂટરથી માત્ર મહેનત અને જોખમ જ ઓછું નથી થતું. આ ટ્રી ક્લાઈમ્બિંગ સ્કૂટર દ્વારા મજૂરી પર થતા ખર્ચમાં પણ ઘણો ઘટાડો કરવામાં મદદરૂપ છે.

ટ્રી ક્લાઈમ્બિંગ સ્કૂટર ઉભા ઝાડ પર ચડે છે:
જયારે કહેવામાં આવી રહ્યું છે કે, કર્ણાટકના મેંગલોરના એક ગણપતિ ભટ્ટ સોપારીની ખેતી કરે છે. જયારે સોપારી તોડવા માટે તેમને 60-70 ફૂટ ઊંચા ઝાડ પર ચઢવું પડે છે. આ કામ ખૂબ જ અઘરું અને જોખમી છે. જયારે આ કામ વરસાદની ઋતુમાં વધારે જોખમી બની જાય છે. આ દરમિયાન ગણપતિ ભટ્ટએ ઝાડ પરથી સોપારી તોડવા માટે એક સ્કૂટર બનાવ્યું છે.

ઝાડ પર ટ્રી સ્કૂટર આ રીતે કામ કરે છે:
મળતી માહિતી અનુસાર ગણપતિ ભટ્ટે આ અનોખું સ્કૂટર ઘરે બનાવ્યું છે. આ સ્કૂટરમાં એક નાની મોટર આવેલ છે તેમજ એક સીટ પણ બનવવામાં આવી છે. તેમજ વૃક્ષ પર ચડતી વખતે મજબૂત પકડ જાળવી રાખે તે માટે બે પૈડાં પણ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્કૂટરમાં સીટબેલ્ટની સુવિધા પણ કરવામાં આવી છે. આ સ્કૂટર પરનું હેન્ડલબાર બ્રેક અને ક્લચ લિવર સાથે જોડાયેલ છે અને ટ્રી સ્કૂટર પર બેસતી વખતે જ્યારે એક્સિલરેટર ફેરવવામાં આવે તે દરમિયાન ટાયર પણ ફરે છે. જયારે આ સ્કૂટરથી તમે ઝાડને બંને બાજુથી પકડીને સરળતાથી વૃક્ષ પર ચઢી શકો છો.

જાણો આ અનોખા સ્કૂટરની કિંમત:
જયારે ગણપતિ ભટ્ટએ આ સ્કૂટર બનાવવાની શરૂઆત 2014માં કરી હતી. તેમજ 4 લાખ રિસર્ચ અને 40 લાખ રૂપિયા ખર્ચ્યા પછી આ ટ્રી સ્કૂટર તૈયાર કર્યું હતું. જયારે ગણપતિ ભટ્ટ આ સ્કૂટર વેચે પણ છે. જયારે ગણપતિ ભટ્ટ અત્યાર સુધીમાં રૂ.62,000ની કિંમતના ટ્રી સ્કૂટરના 300 યુનિટ વેચી ચૂકયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *