દર વર્ષની જેમ આ વર્ષે પણ ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નોટબુકો તેમજ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જો કે, નવ લાખ જેટલા ચોપડા-નોટબુકો છપાવ્યા હોવા છતાં પણ કેટલાય વિદ્યાર્થીઓ નોટબુકો તેમજ ચોપડાઓ થી વંચિત રહ્યા હતા જેની પાછળ ક્યાંક ને ક્યાંક એપીએમસીની આયોજન વગરની નીતિ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે કારણ કે અગાઉ ચોપડાઓનું વિતરણ માર્કશીટના આધારે થતું હતું જ્યારે આ વખતે આ વિતરણ કોઈપણ પ્રકારના વિદ્યાર્થી હોવાના ડોક્યુમેન્ટ વગર મન ફાવે તેમ કરવામાં આવ્યું હતું જેથી વ્હાલા-દવાલા ની નીતિ અખત્યાર થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આ વર્ષે નવ લાખ જેટલા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં આચાર્ય ને ચોપડા નોટબુક વિતરણ ની જવાબદારી સોંપવામાં આવી હતી તો વળી ઊંઝા સ્થાનિક નગરના લોકો માટે એપીએમસીમાં ચોપડા મેળવવા દરરોજ લાંબી લાઈનો લાગતી હતી જોકે ગરમીમાં કલાકો સુધી શેકાયા બાદ માત્ર એક કે બે ડઝન ચોપડા મળતા હતા તો બીજી બાજુ પાછલા બારણેથી આખેઆખા બોક્સ જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ઊંઝા એપીએમસીના ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટરો સામે સવાલો ઉઠી રહ્યા છે.
ચર્ચાતી વિગતો મુજબ ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય વિદ્યાર્થીઓ કે જેઓ પ્રાથમિક શાળામાં કે હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે તેઓને પણ હજુ નોટબુકો કે ચોપડા મળ્યા નથી. બીજી બાજુ શાળામાં વિતરણ કરવામાં આવ્યું ત્યારે ક્યાંક ને ક્યાંક મનફાવે તે રીતે વિતરણ થયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે કારણ કે વિદ્યાર્થીઓ હોવાના કોઈપણ આઇડેન્ટિટી પ્રૂફ વિના જ ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચોક્કસ આયોજન નીતિ ના અભાવે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ આ નોટબુકો અને ચોપડા થી વંચિત રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે બીજીબાજુ viral વીડિયોમાં પાછલા બારણેથી ચોપડાના આખા બોક્સ ગાયબ થતાં હોવાનું દેખાઈ રહ્યું છે જેથી ક્યાંકને ક્યાંક એપીએમસીની વ્હાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news