દુષ્કર્મ થયેલ પીડિતાના મોત મામલે થયો ખુલાશો: આ BJP ધારાસભ્ય પર હત્યાનો કેસ નોંધાયો

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના રોડ અકસ્માત અંગે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ નોંધી લેવાયો છે. આ દુર્ઘટનામાં પીડિતાની કાકી અન માસીનું મોત થયું હતું. ધારાસભ્યના વિરોધમાં FIR પીડિતાના કાકાએ દાખલ કરાવી છે. પીડિતાના કાકા હાલ રાયબરેલીની ડિસ્ટ્રક્ટ જેલમાં બંધ છે.

ભાજપ ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગર પર દુષ્કર્મનો આરોપ લગાવનાર પીડિતા અને તેના પરિવારનો રાયબરેલી જતી વખતે એક્સિડન્ટ થયો હતો. રવિવારે એનએચ 32 પર અટોરા ગામ પાસે વરસાદ દરમિયાન એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. આ એક્સિડન્ટમાં પીડિતાની માસી અને કાકીનું મોત થઈ ગયું છે. જ્યારે રેપ પીડિતાની હાલત વધુ ગંભીર માનવામાં આવે છે. ડોક્ટર્સે કહ્યું છે કે, તેને ફેફસામાં વધારે ઈજા આવી છે અને તેનું પ્રેશર સતત ઘટી રહ્યું છે.

એડીજી લખનઉ રેન્જ રાજીવ કૃષ્ણાએ જણાવ્યું કે, પીડિતાના કાકા મહેશ કુમારની ફરિયાદના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે. તેમણે આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગણી કરી છે. અમે આ વિશે અધિકારીઓને રિપોર્ટ સોંપ્યો છે. તેના આધારે કેસ ઈન્ટેલિજન્સ એજન્સીઓને સોંપવામાં આવશે. ટ્રક ડ્રાઈવર, ક્લીનર અને તેના માલિકની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના કોલ રેકોર્ડ સાથે કુલદીપ સિંહ સેંગર અથવા તેના અંગત લોકોની લિંક તપાસવામાં આવી રહી છે. ઘટના સ્થળપર ફોરેન્સિક ટીમને પણ મોકલવામાં આવી છે. કાર અને ટ્રકની સામ-સામે ટક્કર થઈ છે. બીજી બાજુ ડીજીપી ઓપી સિંહ પણ ઘાયલ પીડિતાને મળવા ટ્રોમા સેન્ટર પહોંચ્યા છે. તેમણે જણાવ્યું છે કે, પીડિતાને જીવનું જોખમ નથી.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સવાલ ઉભા કર્યા..


એસપીએ ગણાવ્યો એક્સિડન્ટ

પીડિતાના મામાનો આરોપ છે કે, આ એક્સિડન્ટ નથી પરંતુ એક કાવતરું છે. જે ધારાસભ્યોના માણસોએ પુરૂ પાડ્યું છે. જે ટ્રકે કારને ટક્કર મારી છે તેની નંબર પ્લેટ ઉપર પણ કાળી સહી લાગેલી છે. જેથી નંબર પ્લેટ પણ પ્રોપર રીતે જોઈ શકાય નહીં. પોલીસે ટ્રક જપ્ત કરી લીઘી છે અને ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. જ્યારે એસપી સુનિલ સિંહે કહ્યું છે કે, આ કોઈ કાવતરું નથી. તેમ છતા આ વિશે કોઈ ફરિયાદ હશે તો તેની પૂરતી તપાસ કરવામાં આવશે.

સુરક્ષાકર્મી સાથે નહતા

પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રક ફતેહપુરની છે. ટ્રક માલિકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. માનવામાં આવે છે કે પરિવાર સાથે સુરક્ષામાં રહેતા બે ગનર પણ છેલ્લા બે દિવસથી તેમની સાથે નહતા. રાયબરેલી જતી વખતે ગાડીમાં જગ્યા ન હોવાના કારણે ગરન સાથે ન હોવાનું કારણ રજૂ કરવામાં આવ્યું છે. લખનઉની ફોરેન્સિક ટીમ ઘટના સ્થળની તપાસ કરી રહી છે. ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગર પર તેમના ગામની યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. તે સીતાપુર જેલમાં છે. ઘટનાની સીબીઆઈ તપાસ કરવામાં આવી રહી છે.

સીબીઆઈ તપાસ કરાવવા તૈયાર-ડીજીપી

ડીજીપી ઓપી સિંહનું કહેવું છે કે, પીડિતાની સુરક્ષામાં કોઈ બેદરકારી રાખવામાં આવી નથી. કારમાં જગ્યા ન હોવાના કારણે પીડિતાના સુરક્ષાકર્મીઓને સાથે ન આવવાનું કહેવામાં આવ્યું હતું. જો આ કેસમાં પરિવાર સીબીઆઈ તપાસની માંગણી કરશે તો અમે આ કેસ સીબીઆઈને સોંપી દઈશું.

અખિલેશે હત્યાનો પ્રયાસ ગણાવ્યો

પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે ગંભીર ઘટના થઈ છે. તેમણે આ ઘટના પાછળ પીડિતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. અખિલેશ યાદવે આ ઘટનામાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે.

પહેલાં પણ થયા છે બે શંકાસ્પદ લોકોના મોત

ઉન્નાવ દુષ્કર્મ મામલે બે મોત પહેલાં જ થઈ ચૂક્યા છે. પીડિતાના પિતાનું જેલમાં જ એપ્રિલ 2018માં એક હુમલા પછી મોત થઈ ગયું છે. આ હુમલાના સાક્ષીનું ઓગસ્ટ 2018માં શંકાસ્પદ રીતે મોત થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *