કોરોના મહામારીની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા અનલોક પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. લોકોને ધંધા-રોજગાર ખોલવા માટેની છૂટછાટો આપવામાં આવી છે. અનલોક પછી હવે ક્રાઈમની ઘટનાઓ પણ વધતી રહી છે. અમદાવાદ શહેરમાં અનલોક પછી 52 લાખ રૂપિયાની ચોરીની ઘટના બની હતી. આ સમગ્ર બાબતે પોલીસે ઘટના સ્થળની કાર્યવાહી કરીને આરોપીને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી.
પોલીસે ચોરીનાં કિસ્સાના ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે, લાખો રૂપિયાની ચોરીની ઘટનાને સફળતા આપનાર આરોપીએ પોલીસની ભરતી માટેનું ફોર્મ ભર્યું હતું. પણ તે ભરતીમાં પાસ ન થતા તેને ચોરીનાં રસ્તાને અપનાવવો પડ્યો હતો. આ ચોરની સામે અમદાવાદના જુદાં-જુદાં પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે.
રિપોર્ટ મુજબ 2 જૂલાઈના રોજ અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં આવેલ ન્યૂ જી-વૉર્ડમાં રહેતા ઉત્તમચંદ ગોલાણી નામના વ્યક્તિના મકાનમાંથી 50 લાખ રૂપિયા સહિત સોનાના દાગીનાની ચોરી પણ થઇ હતી. પોલીસે ઘટનાસ્થળ પર આવીને પ્રાથમિક તપાસ શરૂ કરીને સમગ્ર મામલે 50 લાખ રૂપિયા, 5 તોલાની સોનાની બંગડી, દોઢ તોલાની ચેઈન અને 3 વીંટી સહિત કુલ 52,40,000 રૂપિયાની ચોરી થવા બાબતની ફરિયાદ નોંધીને ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. લાખો રૂપિયાની ચોરીની બાબતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ કાર્યવાહી શરૂ કરી છે. આ આખાં મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રોકડ 17,70,000 રૂપિયા અને 4.65 લાખ રૂપિયાના દાગીના સહિત એક રીક્ષા પણ કબજે કરી હતી.
પોલીસને આરોપીની પૂછપરછ વખતે જાણવા મળ્યું હતું કે, તેનું નામ પ્રકાશ સલાડ છે, અને તે મૂળ બાયડનો રહેવાસી છે. તેણે કૈલાશ રાજગોર નામના સાથીની સાથે મળીને 5 દિવસ પહેલા જ રીક્ષા લઇને ચોરીની જગ્યા પર રોકીને શરૂ કરી હતી અને ત્યારપછી મોકો મળતા જ તેણે બિલ્ડીંગમાં જઈને કબાટમાં રહેલ દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તરત જ પ્રકાશે સાગરીત કૈલાશને 50% ની રકમ આપી દીધી હતી અને ત્યારપછી કૈલાશ ભાગી ગયો હતો.
એવી પણ જાણકારી મળી છે કે, આરોપી પ્રકાશે પોલીસમાં ભરતી થવા માટેનું ફોર્મ ભર્યું હતું પણ પરીક્ષામાં પાસ ન થવાને લીધે તે ચોરીના રસ્તે ચઢી ગયો હતો. પ્રકાશ વર્ષ 2015માં જ અમદાવાદના સાબરમતી અને સરદારનગર વિસ્તારમાં ચોરી કરવાના ગુનામાં અને વર્ષ 2018માં તો એરપોર્ટ વિસ્તારમાં ચોરી કરવાના ગુનામાં પોલીસના હાથે પકડાઈ ચૂકેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news