એક બાજુ અભિનેતા સુશાંતસિંહ રાજપુતની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા છે. એને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તથા બીજી તરફ માયાનગરી મુંબઈમાં રહેલ આખી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી અમુક ખાસ લોકોના ઈશારે જ ચલાવવામાં આવતી હોવાનો તથા એનો વિરોધ કરનારાઓ પર સરકારી તંત્ર દ્વારા બદલાની ભાવનાથી આકરી કાર્યવાહી કરવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડી લીધું છે.
ખાસ લોકો તથા સિંડિકેટનો વિરોધ કરનારરના અવાજ મહારાષ્ટ્ર સરકાર દ્વારા દબાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે ત્યારે જ ઉત્તરપ્રદેશનાં CM યોગી આદિત્યનાથ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તરપ્રદેશમાં ભવ્ય ફિલ્મસિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જાહેરત થતાંની સાથે જ ફિલ્મસિટી બનાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
નોઈડા ફિલ્મ સીટી બનાવવાની જાહેરાત પછી થોડા જ દિવસોમાં એને લઈને પોતાનો પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. એમણે જણાવતાં કહ્યું છે કે, યમુના એક્સપ્રેસ વે ઈન્ડસ્ટ્રિયલ ડેવલમેન્ટ એથોરિટી દ્વારા ગૌતમ બુદ્ધનગરમાં કુલ 1,000 એકરની જમીન નક્કી કરવામાં આવી છે. જેના પર ઈનફોટેનમેંટ ઝોન તૈયાર કરવામાં આવશે.
જગ્યાઓ પણ ફાઇનલ કરવામાં આવી :
ઉત્તરપ્રદેશ ફિલ્મ પોલિસી-2018 મુજબ સરકાર ફિલ્મ સીટીની બનાવવામાં જમીન ફાળવીને મદદ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રકચરને ઉભુ કરવાં માટે પણ રાજ્ય સરકાર તરફથી મદદ કરવામાં આવશે. પોલિસી ફિલ્મ સીટીમાં એનું પોતાનું પોલિસ સ્ટેશન તથા એક વિંગ બનાવવામાં આવશે. જે ફિલ્મ સીટીની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવશે. એનું પોતાનું ફાયર સ્ટેશન પણ હશે.
ફિલ્મ સીટી વર્ષ 2023 સુધીમાં તૈયાર પણ થઈ જશે. લોકેશન ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા ફાઈનલ કરી દેવામાં આવ્યાં છે. એક્સપ્રેસ-વે, સેક્ટર 29માં આશરે કુલ 1,000 એકરની જમીન પર ફિલ્મ સિટી ઉભી કરવામાં આવશે. ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્ટુડીયો તથા શેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશરે કુલ 780 એકરમાં હશે. બાકીની કુલ 220 એકર કોમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
આવી હશે ફિલ્મ સિટી:
પહેલા ઝોનમાં એન્ટ્રેસ ઓફિસ, પાવર સ્ટેશન, કુલ 3 ફાઈવ સ્ટાર હોટલ, શોપિંગ કોમ્પલેક્ષ હશે. બીજા ઝોનમાં ફુટ કોર્ટ, આઉટડોર રાઈડ્સ, ઈનડોર રાઈડ્સ, આઉટડોર લોકેશન વગેરે હશે. ત્રીજા ઝોનમાં એક વિલેજ બંગ્લો હશે. જ્યારે ચોથા ઝોનમાં ક્લબ હાઉસ, એરપોર્ટ ઓફિસ, વેયર હાઉસ, ફ્યુઅલ હાઉસ વગેરે હશે.
સ્ટૂડિયોઝમાં સ્ટેટ ઓફ આર્ટ ફેસિલિટી, ગ્રીન સ્ક્રિન હોલ્સ, વીડિયો એડિટીંગ રૂમ, સાઉન્ડ મિક્સિંગ રૂમ, રેકોર્ડિંગ સ્ટુડીયો રોમ, બ્લુ સ્ક્રીન હોલ તથા એક વર્ક સ્ટેશન હશે. CM કાર્યાલય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ પ્રમાણે પ્રસ્તાવિત જમીન નવી દિલ્હીથી અંદાજે માત્ર 1 કલાક દુર છે. જેવરમાં પ્રસ્તાવિત કરેલ ઈન્ટરનેશનલ હવાઈ મથકથી ખુબ પાસે છે. આ એરપોર્ટ એશીયાનું સૌથી મોટુ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હશે.
નિવેદનમાં જણાવ્યા મુજબ ફિલ્મ સીટી આગ્રા, મથુરા તથા નોઈડામાં પ્રસ્તાવિત લોજીસ્ટિક હબથી ઘણું પાસે હશે. અહીંયા બધાં જ ટ્રાન્સપોર્ટ માધ્યમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. YEIDAએ જણાવતાં કહ્યું છે કે, એણે જમીનની ઓળખ કર્યા પછી રવિવારનાં રોજ રાજ્ય સરકારને પ્રપોઝલ મોકલવામાં આવ્યું હતું.
જેમાં એક્સપ્રેસવેની નજીક સેક્ટર 21માં જમીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજે આ જમીનને પરવાનગી આપી દીધી છે. CM યોગી આદિત્યનાથે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આ ફિલ્મ સીટી એની આશા પર ખરી ઉતરશે.
એમણે જણાવતાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યની ફિલ્મ સીટીની આશા પુર્ણ થઈ ન હતી પણ પ્રદેશને જલ્દી તે મળવા જઈ રહી છે. એમણે મીટીંગમાં જણાવતાં કહ્યું કે, ભારતીય સિનેમાને હવે નવી તક મળશે. જે આજના સમયની જરૂર રહેલી છે.
એશિયાનું સૌથી મોટું એરપોર્ટ ઉભું કરવામાં આવશે :
ઈન્ડસ્ટ્રીને ઉત્તરપ્રદેશમાં આવીને ફિલ્મ બનાવવાં માટે આમંત્રીત કરતાં CM યોગી આદિત્યનાથે જણાવતાં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ ભારતીય સંસ્કૃતિનું કેન્દ્ર છે. જેવરમાં જલ્દી કુલ 5,000 એકર જમીનમાં એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ હશે. CM યોગી આદિત્યનાથે જણાવતાં કહ્યું કે, આ ફક્ત ફિલ્મ સીટી નહીં હોય પણ એક વર્લ્ડ ક્લાસ ઈલેક્ટ્રોનીક સીટી પણ ત્યાં બનાવવામાં આવશે. ફાઈનાન્સીયલ સીટીનો પ્રસ્તાવ દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle