lockdown માં ફસાયેલા પ્રવાસી મજૂરો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. એવામાં અલગ-અલગ જગ્યાએથી પ્રવાસી મજૂરોનું આવવા જવાનું ચાલુ છે. આ વચ્ચે કાનપુર સ્ટેશન પર રવિવારે એક અલગ નજારો જોવા મળ્યો.
ઉત્તર પ્રદેશના કાનપુર રેલવે સ્ટેશન પર રવિવારે બહારથી આવેલા પ્રવાસી મજૂરો અને યાત્રિકોનું સ્કેનિંગ થઈ રહ્યું હતું. આ દરમિયાન એક ગર્ભવતી મહિલાને પ્રસુતિ પીડા થવા લાગી. પ્રસુતિ પીડા થવાને લીધે અન્ય શ્રમિકોએ અવાજ કર્યો. આ સમયે ડોક્ટર સ્કેનીંગ છોડી ગર્ભવતી મહિલાની મદદ માટે પહોંચ્યા. ત્યાર બાદ મહિલાએ ડોક્ટરની મદદથી એક બાળકીને જન્મ આપ્યો.
હકીકતમાં કાનપુર સેન્ટ્રલ સ્ટેશનમાં સ્ક્રિનિંગ માટે સ્વાસ્થ્ય કેન્દ્રની ડોક્ટરની ટીમ હાજર હતી. તેમાં ડોક્ટર કવિતા યાદવે મહિલાની પ્લેટફોર્મ પર જ ડિલિવરી કરાવી. સ્ક્રિનિંગ દરમિયાન જ્યારે મહિલાને અચાનક પ્રસૂતિની પીડા થઈ તો ડોક્ટર કવિતાએ તે મહિલાને પ્રસૂતિ કરાવવા માટે મોરચો સંભાળી લીધો.
તમામ સાથી ડોક્ટર અને પેરામેડીકલ સ્ટાફને પોલીસ અને રેલવે મેડિકલ સ્ટાફની મદદથી મહિલાને પ્રસૂતિ કરાવી. મહિલાની ચારેય બાજુ ચાદર લગાવી પ્રસ્તુતિ કરવામાં આવી. મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો.
હાલમાં માતા અને બાળકી બંને સ્વસ્થ છે. મહિલાનું કહેવું છે કે બાળકીનું નામ ડોકટરના નામે કવિતા રાખશે. તેમજ ડોક્ટર કવિતાએ કહ્યું કે આ ક્ષણ અમારી ટીમ માટે હંમેશા યાદગાર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news