ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કુશીનગર(Kushinagar) જિલ્લામાં પોલીસ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. અહીં પશુ તસ્કરોએ હાઇવે પર યુપી પોલીસના કોન્સ્ટેબલ(Police constable)ને કચડી નાખ્યો હતો. અકસ્માત(Accident)માં કોન્સ્ટેબલનું મોત થયું હતું. પોલીસ આરોપી પશુ તસ્કરોની શોધમાં છે.
મળતી માહિતી મુજબ, કુશીનગર જિલ્લાના તુર્કપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારના જોકવા બજારમાં હાઈવે પર પશુ તસ્કરોએ હેડ કોન્સ્ટેબલને પીકઅપ વાહનથી કચડી નાખ્યો હતો. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં એસપી પહોંચી ગયા હતા. તેમણે આ મામલે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ધરમવીર યાદવ (39) મૂળ સંત કબીર નગર જિલ્લાના વતની, પુત્ર સ્વ. રામ મનોજ યાદવ વર્ષ 2005થી પોલીસ વિભાગમાં કાર્યરત હતા. તેઓ જિલ્લાના તેર્યાસુજન પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. મંગળવારે રાત્રે, પોલીસને NH-28 પર પશુ તસ્કરો સક્રિય હોવાની માહિતી મળી હતી.
તસ્કરોને રોકવા માટે તુર્કપટ્ટી, તેર્યાસુજન સહિત અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ટીમોએ છટકું ગોઠવ્યું હતું. તેર્યાસુજનમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ ધરમવીર યાદવ પણ પોલીસ ટીમ સાથે તપાસ કરવા જોકવા બજાર પહોંચ્યા હતા. ચેકિંગમાં હેડ કોન્સ્ટેબલે પ્રાણીઓથી ભરેલી પીકઅપને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પશુ તસ્કરો વાહન રોકવાને બદલે હેડ કોન્સ્ટેબલને કચડીને ભાગી ગયા હતા.
પોલીસકર્મી સાથેની ઘટના બાદ અન્ય પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ચેકિંગ છોડીને, ધરમવીર યાદવને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એએસપી રિતેશ સિંહે કહ્યું કે, હેડ કોન્સ્ટેબલના મોતના મામલામાં કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. બનાવની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.