દોસ્તો તમે જાણતા જ હશો કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. વાઘને ઈજા કરવી અથવા ખલેલ પહોંચાડવી એ એક ગુનો બને છે. પરંતુ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં લોકો વાઘણને ક્રુરતા પૂર્વક માર મારી રહ્યા છે. જે જોઈને તમે હેરાન થઈ જશો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ખુબ ગુસ્સે છે અને આ કૃત્ય કરનારાઓ વિરુદ્ધ રોષનો માહોલ છે.
વાઘણ ની આ રીતે હત્યા થવાથી ટાઇગર રિઝર્વેશન વિભાગ ઉપર શંકા ના સવાલો ઉઠયા છે. વીડિયોમાં અમુક વર્દીધારી વ્યક્તિઓ પણ દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પીલીભીત ટાઈગર રિઝર્વ વિસ્તાર ના દીયોરીયા રેન્જમાં નજીકમાં આવેલી માટેના કોલોની પાસે વાઘણ આવી હતી. વાઘણે નવ ગ્રામીણ ઉપર હુમલો કરી ને ઘાયલ કરી દીધા હતા. ત્યારબાદ ગ્રામીણોએ ભેગા થઈને વાઘણને ભગાડવાને બદલે લાઠી અને ડંડા વડે ખરાબ રીતે માર માર્યો હતો અને માંડમાંડ ત્યાંથી બચીને વાઘણ જંગલમાં ચાલી ગઇ હતી. પરંતુ જે જગ્યાએ તે બેસી ત્યાંથી તે ઉઠી શકી નહીં અને ત્યાં જ પોતાનો અંતિમ શ્વાસ લીધો.
Pilibhit Tiger Reserve ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા પરંતુ આ વાઘણ નો કોઈ ઈલાજ કરવામાં આવ્યો નહીં. વાઘણ આખી રાત પીડાતી રહી અને તડપી તડપીને શુક્રવારે સવારે પોતાનો અંતિમ શ્વાસ લીધો. હાલમાં ટાઈગર ની ટીમ વાઘણના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવશે.
આ મામલે ટાઈગર રીઝર્વ ટીમ આરોપી ગ્રામીણ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહી રહ્યા છે અને જિલ્લા અધિકારી એ આરોપી ગ્રામીણ લોકોની વિરોધ વનવિભાગને કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે.