ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ફિરોઝાબાદ(Firozabad)ના જસરાના(Jasrana)માં મંગળવારે કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના(Accident) ઘટી હતી. વાસ્તવમાં અહીં એક ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની દુકાનમાં આગ લાગવાને કારણે એક જ પરિવારના 6 લોકો જીવતા સળગી ગયા હતા. ઘટનામાં 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. તરત જ ઘટના અંગે માહિતી પોલીસ અને ફાયર વિભાગને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફિરોઝાબાદના એસપી આશિષ તિવારીએ જણાવ્યું કે, આ ઘટના જસરાના વિસ્તારના પધમ શહેરમાં બની હતી. અહીં એક ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેણે વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જેમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને ફાયર બ્રિગેડની 18 ગાડીઓ ઘટનાસ્થળે હાજર હતી.
18 ફાયર બ્રિગેડ અને 12 પોલીસ સ્ટેશન બચાવ કાર્યમાં રોકાયેલા:
ફિરોઝાબાદના એસપી આશિષ તિવારીએ જણાવ્યું કે આગરા, મૈનપુરી, એટાહ અને ફિરોઝાબાદના 18 ફાયર એન્જિન આગ ઓલવવામાં રોકાયેલા હતી. આ સાથે 12 પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે. તેમણે કહ્યું કે તે ગીચ વિસ્તાર છે, તેથી બચાવકર્તાઓએ વધુ પ્રયત્નો કરવા પડ્યા. તેમણે કહ્યું કે અમે હજુ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અંદર કોઈ ફસાયું છે કે કેમ. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દુકાનમાં લાગેલી આગને કારણે જ્વાળાઓએ આખી ઈમારતને લપેટમાં લીધી હતી. આ ભયાનક ઘટનામાં જીવ ગુમાવનાર પરિવાર આ જ બિલ્ડિંગમાં રહેતો હતો.
સીએમ યોગીએ 2 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી:
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ફિરોઝાબાદમાં થયેલા ભયાનક અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે સીએમ યોગીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમની આત્માને શાંતિની કામના કરી છે. તે જ સમયે, સીએમ યોગીએ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.