અરે…. કોણ છે આ મિસ્ટ્રી ગલ જેને ડેટ કરી રહી છે ઉર્ફી જાવેદ? કિસ કરતી હોય તેવો ફોટો થયો વાયરલ

Urfi Javed dating: ફેશન આઇકન ઉર્ફી જાવેદ પોતના વિચિત્ર ડ્રેસિંગ આઇડિયાઝથી ફેન્સના હોશ ઉડાવતી રહે છે. ઉર્ફીની ફેશન સેન્સ જોઇને ફેન્સનું પણ માથુ ઘૂમરી ખાય જાય છે.ઉર્ફી જાવેદ(Urfi Javed dating) સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાના ફોટોઝ અને વીડિયોઝ પોતના ફેન્સ ની સાથે શેર કરતી રહે છે. જો કે, ઉર્ફી તેના ડેટિંગ જીવન વિશે થોડી ખાનગી લાગે છે. લાંબા સમયથી અભિનેત્રીનું નામ કોઈની સાથે જોડતું જોવા મળતું ન હતું.

મહિલા મિત્રને કિસ કરતો ફોટો વાયરલ
જો કે, હવે અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો છે, જેના પછી તેની ડેટિંગ લાઈફ ચર્ચામાં આવી ગઈ છે. આ ફોટોમાં તે તેની મહિલા મિત્ર કાજોલને કિસ કરતી જોવા મળી રહી છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આ ફોટો પછી તેમના ડેટિંગના સમાચાર સામે આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે ઉર્ફી અને કાજોલ વચ્ચે મિત્રતા કરતાં વધુ ગાઢ સંબંધ છે. ઉર્ફી ઘણીવાર કાજોલ સાથે લંચ અને ડિનર પર જોવા મળી છે. તેઓ મોટાભાગે તેમના સપ્તાહાંત સાથે વિતાવે છે, સાથે પ્રવાસનો આનંદ માણે છે.

જોકે, ઉર્ફી અને કાજોલ વચ્ચે મિત્રતા સિવાય બીજું કંઈ છે કે કેમ તે અંગે ઉર્ફી કે કાજોલે સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેણે તેની પુષ્ટિ કરી નથી. કાજોલની વાત કરીએ તો તે એક એક્ટર પણ છે. તે પંચબીટ જેવા શોમાં જોવા મળી છે.

ઉર્ફીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરતી વખતે, તે તાજેતરમાં બિગ બોસ OTT 2 માં જોવા મળી હતી. અહીં તેણે ગેસ્ટ તરીકે એન્ટ્રી લીધી હતી. શોમાં પૂજા ભટ્ટે તેના ખૂબ વખાણ કર્યા હતા. ઉર્ફી અહીં નટ અને બોલ્ટથી બનેલા કપડાં પહેરીને ગઈ હતી. ઉર્ફીએ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા શો કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *