હવે તમારે મલ્ટિપ્લેક્સ(Multiplex), થિયેટરો, શોપિંગ મોલ્સ અને જાહેર સ્થળોએ તમારું વેક્સીનનું પ્રમાણપત્ર (Vaccine Certificate) બતાવવાની અથવા બળજબરીથી રસીકરણ કરાવવાની જરૂર રહેશે નહીં. ભારતની સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારની (Central government) સ્પષ્ટતા બાદ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation) ના વડા, બંછાનિધિ પાની (Banchhanidhi pani)એ જણાવ્યું છે કે હવેથી રહેવાસીઓને કોઈપણ હેતુ માટે રસીનું પ્રમાણપત્ર ફરજિયાત નથી.
“અમે ભારતની સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર દ્વારા દાખલ કરાયેલી સ્પષ્ટતા સાથે સંપૂર્ણ રીતે સંમત છીએ. રહેવાસીઓએ કોઈપણ હેતુ માટે તેમનું રસીનું પ્રમાણપત્ર બતાવવાની જરૂર નથી અને જાહેર સ્થળોએ રસીકરણ અને કોઈપણ વ્યક્તિને સંમતિ વિના બળજબરીથી રસી આપી શકાશે નહિ”, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ટીબીટીને જણાવ્યું હતું.
નોધનીય છે કે એસએમસી એ ફરજિયાત કર્યું હતું કે શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્સ અને બગીચાઓ અને અન્ય સુવિધાઓ સહિત જાહેર સ્થળોની મુલાકાત લેતા નાગરિકોએ તેમના રસીનું પ્રમાણપત્ર દર્શાવવા જરૂરી છે. જો કે, પ્રમાણપત્ર કોઈપણ હેતુ માટે આવશ્યક હતું, ખાસ કરીને શહેરભરના થિયેટર અને મલ્ટિપ્લેક્સમાં.
દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના પડોશી કેન્દ્રશાસિત પ્રદેશમાં, વહીવટીતંત્રે મુલાકાતીઓ અને બહારના લોકો માટે પ્રદેશમાં પ્રવેશ મેળવવા માટે રસીના પ્રમાણપત્રો આપવાનું ફરજિયાત બનાવ્યું છે.મલ્ટિપ્લેક્સની બુકિંગ ઓફિસોમાં ‘રસીના પ્રમાણપત્ર વિના પ્રવેશ નહીં’ એવા સાઈનબોર્ડ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.