વડોદરા(Vadodara): રાજ્યમાં અવાર-નવાર ગેસ સીલીન્ડર બ્લાસ્ટની ઘટનાઓ સામે આવતી છે. ત્યારે આજે ફરી એક વખત વડોદરા શહેરના ગાજરાવાડી(Gajrawadi) વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસનો બાટલો(Gas bottle) ફાટ્યો હતો.
ગેસના બાટલામાં બ્લાસ્ટ(Blast) થતાં એક બાળક સહિત ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઈજાગ્રસ્ત દરેક લોકોને નજીકની સયાજી હોસ્પિટલમાં(Sayaji Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરી સામાન ખાખ થઇ ગયો હતો. બાજુમાં આવેલા મકાનોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર, શહેરના ભરચક એવા ગાજરાવાડી વિસ્તારમાં રહેતા વિકીભાઈ પટેલના ઘરે આજે સવારે ગેસ સળગાવતી વખતે લિકેજ થઈ રહેલા ગેસના બોટલમાં બ્લાસ્ટ થયો હતો અને અગન જ્વાળાઓની ઝાડ ઘરમાં હાજર જ્યોતિબેન વિકીભાઈ પટેલ (ઉં.23) તથા બાળક વૃતાંશ પટેલ તથા વિકીભાઈ પટેલ પણ ગંભીર રીતે દાજી ગયા હતા.
આ ઉપરાંત, તેમના ઘરે લગ્નની કંકોત્રી આપવા આવેલા ભારતીબેન રમેશભાઈ લીમ્બાચીયા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે. બાટકો ફાટવાની સાથે ઘરમાં રહેલો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ શહેરમાંથી ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. તેમજ સુરતમાંથી પણ 2 વખત ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં વિકિભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ, બાળક વૃતાંષ પટેલ અને ઘરે લગ્નની કંકોત્રી આપવા આવેલી ભારતી લિંબાચિયા પણ દાઝી ગઈ છે. આગ ક્યા કારણે લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.