BAPS Swaminarayan came to help people in floods: સરદાર સરોવર નર્મદા ડેમ પછી કડાણા ડેમમાંથી 10.50 લાખ કયુસેક પાણી મહીનદીમાં છોડવામાં આવતા મહીનદી હાલ બે કાંઠે વહેતી થઇ ગઈ છે. મહી નદી ગાંડીતૂર બનતા મહી કાંઠાના અનેક ગામોમાં મહી નદીના પાણી ફરી વળતા પાદરા તાલુકાના ડબકા, મહંમદપુરા અને સુલતાનપુરા ગામો સહીત અનેક ગામોમાં મહી નદીના પાણી ફરી વળતા તંત્ર દ્રારા અનેક લોકોનું સ્થાળાંતર કરી તેમને સુરક્ષિત સ્થળે આશરો આપવામાં આવ્યો હતો. ત્યારે આ પૂર પીડિતોની મદદે BAPS સ્વામિનારાયણ(BAPS Swaminarayan came to help people in floods) સંસ્થા આવી હતી.
જયારે વિશ્વના કોઈ પણ ખૂણે જ્યારે કોઈ પણ કુદરતી આપત્તિના સમયે સદૈવ તાત્કાલિક સહાય કરતી BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્ધારા પાદરા તાલુકાના ડબકા, મહંમદ પુરા અને સુલતાનપુરા ગામોમાં મહિ નદીના જળ સ્તરની વૃદ્ધિના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરાવ્યા પછી તાલુકા પ્રશાસન તથા વિધાયક દ્રારા અટલાદરા મંદિરના સંતો પર ફોન આવતા સંતોએ યુધ્ધના ધોરણે 1500થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરી સ્વયંસેવકો સહ જરૂરીયાત વાળા લોકોની સહાય અર્થે ટીમ મોકલી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1956માં પણ કચ્છના અંજારમાં ભૂકંપ(Kutch earthquake) આવ્યો હતો. આમ પાંચ દાયકા બાદ 2001માં કચ્છમાં ફરી એક વાર આવેલા ભૂકંપે ભારે તબાહી અને તારાજી સર્જી હતી. તે દરમિયાન BAPS સ્વામિનારાયણ સંસ્થા 6,800 થી વધુ કેન્દ્રો અને 40,000 મીડિયા સાથે સ્વૈચ્છિક રીતે મદદ કરવા માટે પહોંચી ગઈ હતી.
જણાવી દઈએ કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટએ BAPS ની 160 માનવતાવાદી પ્રવૃત્તિઓમાંની એક છે, જેમાં તબીબી, શૈક્ષણિક, સામાજિક, નૈતિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ગણતરીની કલાકોની અંદર જ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બચાવ, રાહતની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. BAPS સ્વયંસેવકો દ્વારા કમનસીબ પીડિતોના સેંકડો મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત BAPS સંસ્થા દ્વારા 409 થી વધુ દૂરના ગામોમાં અસરગ્રસ્ત લોકોને કપડાં, વાસણો અને આવશ્યક રાહત પુરવઠોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તાડપત્રી 20,743 શીટ્સ, ટેન્ટ 6,315, ફૂડ પેકેટ 878,299, સુખડી (એનર્જી બાર) 193,106 કિગ્રા, પાણીના પાઉચ 1,404,815, બિસ્કીટ 916,720 પેકેટ, બ્રેડ 66,109 રોટલી, મિલ્ક પાવડર 24,933 કિ.ગ્રા, ખાંડ 88,919 કિગ્રા, ચા 7,799 કિગ્રા, ગોર 26,416 કિ.ગ્રા, ચોખા 232,405 કિગ્રા, ઘઉંનો લોટ 248,712 કિગ્રા, કુલ અનાજ 598,343 કિગ્રા, લીલા શાકભાજી અને ફળો 210,935 કિગ્રા, ધાબળા 68,418, કપડાં 179,870, ડીઝલ/કેરોસીન 16,670 લીટર, પ્રાઇમસ સ્ટોવ 8,281, મીણબત્તીઓ 167,950, રસોઈ તેલ 200 મેટ્રિક ટનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube