વડોદરામાં ખેડૂતોને 24 કરોડ રૂપિયા ન મળતા ખેડૂતોનું ઉપવાસ આંદોલન, એકનું મોત

વડોદરા જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે ગંધારા સુગર ફેકટરી આશીર્વાદ સમાન હતી. પરંતું કઈક કારણોસર આ સહકારી સુગર મિલ બંધ પડી જતા ખેડૂતોને શેરડીના કરોડો રૂપિયા પણ ચૂકવાયા નથી. સાથે સાથે કર્મચારીઓના પગાર પણ ચૂકવાયા ન હતા. જેથી હવે નર્મદા જિલ્લાની એક માત્ર સુગર ફેકટરી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્રારા ગંધાર સુગર ફેક્ટરીનો વહીવટ હસ્તગત કરાયો છે. ગુજરાત રાજ્ય સરકારે ગંધારા સુગર ફેક્ટરીના કસ્ટોડિયન તરીકે નર્મદા ધારીખેડા સુગરની નિમણૂંક કરી હતી. વડોદરા સુગર ફેક્ટરીમાં શેરડી નાખનારા ખેડૂતોને શેરડીના રૂપિયા 24 કરોડ જેટલી રકમ બાકી છે. જેને લઈને કરજણ તાલુકાના ગંધારા ગામે આવેલી વડોદરા સુગર ફેક્ટરીના ગેટ પાસે 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધીની પ્રતીક ઉપવાસ આંદોલનનો પ્રારંભ થયો છે. જેમાં 30થી 40 જેટલા ખેડૂતો પ્રતીક ઉપવાસ પર બેઠા છે.

ગંધારા સુગરમાં ખેડૂતોએ વર્ષ 2018-19માં 2 લાખ ટન શેરડી આપી જેનું પિલાણ કરીને સુગરના સંચાલકોએ રૂ. 85 કરોડની આવક કરી છે. જેની સામે ખેડૂતોનાં રૂ.24 કરોડ સંચાલકોએ ન ચુકવતા ખેડૂતો રોષમાં છે. પોતાની રકમ મેળવવા માટે આજે ત્રીજા દિવસે ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. જ્યારે સંચાલકો નાંણાની વહેચણી માટે સરકાર અને ગંધારા સુગરના કસ્ટોડીયન કમિટીના ચેરમેનની વાર્ષિક સામાન્ય સભા બોલાવે તેવી માંગણી ખેડૂત સમાજના પ્રમુખ વિપીનચંદ્ર પટેલે કરી છે. ખેડૂત સમાજે ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો સંચાલકો અમને અમારા પૈસા નહીં આપે તો અમે આ આંદોલનને જલદ પણ બનાવી શકીએ છીએ.

પ્રતિક ઉપવાસ દરમિયાન કરજણના ખેડૂતનું મોત

ગંધારા સુગર મિલ કરજણ અને આસપાસનાં 2200 ખેડૂતોને નવ મહિનાથી શેરડીનાં 24 કરોડ રૂપિયાની રકમ આપી રહયા નથી. ત્યારે તેના વિરોધ માટે ગાંધારા ખાતે ગઇકાલે એકત્ર થયેલા ખેડૂતો પૈકીના કરજણના સન્યાલ ગામના નવનીતભાઇ ભટ્ટની તબિયત મંગળવારે સાંજે લથડી હતી. જે બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમનું બુધવારે હૉસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જે બાદ ખેડૂતોમાં રોષ ભભુક્યો હતો. નવનીતભાઇનું મોત નીપજતા ખેડૂત અગ્રણી રમેશભાઇ જોશીએ જણાવ્યું હતું કે, ‘આ ભાઇનાં નખમાં પણ રોગ ન હતો. તેમણે ગણતરી કરી હતી કે, ગાંધરાની બાકી રકમ આવશે તેમાંથી તેમને એક મકાન ખરીદવું હતું. પરંતુ આ રકમ ન આવતા તેઓ સતત ચિંતામાં રહેતા હતાં. જો હવે જલ્દી ઉકેલ નહીં અને કંઇપણ થશે તો તેની જવાબદારી કસ્ટોડિયન ઘનશ્યામ પટેલની રહેશે.’

આ અંગે ખેડૂત સમાજનાં પ્રમુખ વિપીનચંદ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘વર્ષ 2018-19ની પીલાણ સિઝનમાં ગંધારા સુગરમાં આશરે 2000થી વધારે ખેડૂતોએ 2 લાખ ટન શેરડી પિલાણ માટે આપી હતી. જેમાંથી 1.84 લાખ ગુણ ખાંડ બનાવી હતી. જેમાંથી 56 લાખની આવક થઇ છે. જ્યારે સુગરના સંચાલકોએ ખેડૂતો પાસેથી નોન રીફન્ડેબલ ડિપોઝીટ રૂપિયા 30 પ્રમાણે પ્રતિ ટને અત્યાર સુધીની આશરે 75 લાખ ટન શેરડીના આશરે રૂપિયા 24  કરોડની આવક જમા કરી છે. આમ ખેડૂત ઉત્પાદકોની શેરડીનાં પીલાણ કર્યાં પછી કુલ સુગરના સંચાલકોએ આશરે રૂપિયા 85 કરોડની આવક મેળવી તેમજ છતા 2200 ખેડૂતોને તેમણી શેરડીનાં રૂપિયા 24 કરોડ આજ દિન સુધી મળ્યાં નથી. ખેડૂત સમાજની માંગણી છે કે, સરકાર ખેડૂતોનાં હિતમાં સંચાલકો સામે કાયદેસર પગલા ભરવા જોઇએ. ‘

અમારે ભીખ નહીં પરસેવાના પૈસા જોઈએ છે: રાજેન્દ્ર પટેલ,ખેડૂત આગેવાન

ગંધારા સુગર ફેકટરીમાં શેરડી આપતા શિનોર તાલુકાના ટીમરવા ગામના રાજેન્દ્રભાઈ અરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે વર્ષ 2018-19 ના વર્ષના શેરડી પિલાણના પૈસા હજુ સુધી મળ્યા નથી.પૈસાના અભાવે અમે બાળકોની ફી નથી ભરી શકતા તથા ઘર ચલાવવું મુશ્કેલ બને છે.આ વર્ષે કોઈ જ વાવેતર થયું નથી અમારે તો સંસ્થાને બચાવવી જ છે.જો અમને આગળના પૈસા આપે તો પછીના વર્ષમાં અમે વાવેતર કરી શકીએ. હાલના કસ્ટોડિયન તરીકે મુકાયેલા ઘનશ્યામભાઈ પટેલ પણ અમને રોજ રોજ વાયદાઓ કરે છે. ભાજપ સરકારે તો લોકસભા ઇલેક્શનને અનુલક્ષીને ગંધારા સુગરનો વહીવટ નર્મદા સુગરને સોંપવાની જાહેરાત કરી દીધી.પણ ખેડૂતોનું શુ. સ્ટોકમાં જે ખાંડ હતી એ તો બેંકમાં ગીરવે મૂકી ધિરાણ લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *