હાલમાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં હિન્દુ યુવતીને પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવક ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતો હતો અને માર મારતો હોવાનું સામે આવતાં હોબાળો મચી ગયો છે. આ અંગે પ્રેમલગ્ન કરનાર યુવતીએ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે યુવતી દ્વારા પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, યુવતીનો તોસીફ રાણા સાથે પરિચય થયો હતો તેમજ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા યુવતીએ માતા-પિતાની મરજી વિરુદ્ધ વર્ષ 2018ના જુલાઇ મહિનામાં પ્રેમલગ્ન કરી લીધા હતા. તેમજ જૂન 2019માં તે અને તોસીફ સાવલીના ટુંડાવ ખાતે રહેવા આવી ગયા હતા. અહીં તેઓ 4 મહિના રોકાયા હતા. ત્યારબાદ કુંભારવાડા ખાતે આવેલા તોસીફના ઘરે રહેવા આવી ગયા હતા.
જોકે, અહીં રહેવા આવ્યા બાદ તોસીફ પોતાનો રંગ દેખાડવા માંડ્યો હતો. તોસીફ દ્વારા યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા પર દબાણ કરવામાં આવતું હતું. યુવતીએ મુસ્લિમ ધર્મ અપવવાની ના પાડતા તોસીફ તેને માર મારી ત્રાસ આપવા લાગ્યો હતો. તેમજ યુવતીના ઘરના સભ્યોને મારી નાંખવાની પણ ધમકી આપી હતી.
પ્રેમલગ્ન પછી તોસીફના બદલાયેલી વર્તનથી કંટાળી યુવતી માતા-પિતા સાથે રહેવા આવી ગઈ હતી. તેમજ તોસીફે આપેલી ધમકી અંગે માતા-પિતા સાથે વાત કર્યા પછી તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા યુવતીની ફરિયાદને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના વડોદરા શહેરના નિઝામપુરામાં બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle