સામાન્ય ગામડાના આરોગ્ય કેન્દ્રમાં તબીબે માત્ર આઠ કલાકમાં 18 બાળકોની પ્રસુતિ કરાવી- બાળકોની કિલકારીથી ખીલી ઉઠ્યું આખું ગામ

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્ય સહિત ભારત દેશમાં અનેક બાળકો જન્મ લે છે, પરંતુ વડોદરા(Vadodara)જિલ્લાના એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર(Community Health Center)એ માત્રને માત્ર એક જ દિવસમાં અને એ પણ ફક્ત 8 કલાકમાં જ 18 બાળકોની પ્રસૂતિ(Maternity of 18 children) કરાવી ને રેકોર્ડ સર્જી દીધો છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠતા બાળ પ્રેમી વાતાવરણ સર્જાયું હતું.

અમે તમને જણાવી દઈએ કે, વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મોટા ફોફળીયા ગામ આવેલ છે. આ ફોફળીયા ગામમાં છોટુભાઈ પટેલ નામ કરીને સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. ગામમાં નાનકડા એવા આ આરોગ્ય કેન્દ્રમાં આજે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડોકટરોના કઠોર પરિશ્રમ અને આગવી સૂઝબૂઝ તથા વ્યવસ્થિત મેનેજમેન્ટને કારણે એક દિવસમાં ફક્ત આઠ જ કલાકમાં 18 બાળકો પ્રસૂતિ કરાવવામાં આવી છે. એક જ દિવસમાં હોસ્પિટલમાં આવેલી 14 મહિલાઓની પ્રસુતિ નોર્મલ પદ્ધતિથી કરવામાં આવી હતી અને જ્યારે અન્ય ચાર જેટલી પ્રસૂતિ સિઝેરિયનથી કરવામાં આવી હતી.

સમગ્ર પ્રસૂતિની કામગીરીમાં 6 ડોક્ટરો, નર્સિંગ અને વોર્ડબોય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. છતાં તમામે એકતા દર્શાવીને અને યોગ્ય મેનેજમેન્ટ કરીને 18 જેટલી મહિલાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ બાળકો તથા માતાઓનું સ્વાસ્થય પણ ખુબ જ સારું છે. જરાપણ થાક વગર ડોક્ટરોએ તમામ મહિલાઓની સમયસર રીતે પ્રસૂતિ કરાવી હતી, જે તબીબોની આવડત બતાવે છે.

જોવા જઈએ તો છેલ્લા 25 વર્ષથી શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામે ચાલી રહેલા છોટુભાઈ પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વડોદરા જિલ્લાના અનેક ગામોમાંથી કેટલાય લોકો સારવાર લેવા માટે આવતા હોય છે. આ આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિમાં મુખ્ય સહયોગ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટનો મળ્યો છે. આરોગ્ય કેન્દ્રના ડોકટરોની વાત કરીએ તો, 18 જેટલી મહિલાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવનાર ડોકટરોની ટીમમાં ડોકટર રીન્કુ ચોવટીયા, ડોકટર અલ્પેશ કવાડ, ડોકટર હિમા તાલપરા, ડોકટર વિભૂતિ ભટ્ટ, ડોકટર નિલેશ શાહ, ડોકટર ધ્રુમિલ પટેલ, ડોકટર એશા ભટ્ટનું નામ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *