વડોદરા(Vadodara): શહેર સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. આ સંસ્કારી નગરી વડોદરામાં એક નાનકડા ત્રણ વર્ષના બાળકમાં યોગ્ય સંસ્કારોનું સિંચન થવાથી આટલી નાની ઉંમરમાં જ આખી હનુમાન ચાલીસાનો પાઠ કડકડાટ બોલી જાય છે. જો વાત કરવામાં આવે તો 3 વર્ષ 4 મહિના 7 દિવસનો ઉપાધ્યાય શિવાંશ(Upadhyay Shivansh) 3 મિનિટ 22 સેકન્ડમાં હનુમાન ચાલીસા(Hanuman Chalisa)નો પાઠ કરનાર સૌથી યુવા છે અને તેણે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ(International Book of Records)માં પોતાનું નામ સ્થાપિત કર્યું છે.
મહત્વનું છે કે, “ટૂંક સમયમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવા માટે સૌથી યુવા” નો વિશ્વ રેકોર્ડ 13મી માર્ચ 2023ના રોજ વડોદરા સહીત ભારતમાંથી ઉપાધ્યાય શિવાંશ વિવેક દ્વારા હાંસલ કરવામાં આવ્યો છે. 3 વર્ષ 4 મહિના 7 દિવસનો ઉપાધ્યાય શિવાંશ 3 મિનિટ 22 સેકન્ડમાં હનુમાન ચાલીસાનો પાઠ કરનાર સૌથી યુવા છે અને તેણે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ માં એક નવો વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે.
શિવાંશના માતા પિતાએ જણાવતા કહ્યું છે કે, ઘરમાં સવાર સાંજ એમ બે સમય દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. એટલે તે સાંભળીને પોતાની જાતે જ શિવાંશ હનુમાન ચાલીસાનો પાઠ શીખી ગયો છે. અમારા ઘરમાંથી કોઈએ એને શીખવાડવાની જરૂર પણ નથી પડી.
ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં તે બે-બે લાઈન ગાતો હતો પરંતુ હવે એક સાથે આખી હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ કરી લે છે, એ જોઈને અમને પણ ખુબ જ આનંદ થઈ રહ્યો છે કે આટલી નાની ઉંમરમાં શિવાંશ હનુમાન ચાલીસાનો પાઠ શીખ્યો અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.