દાહોદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં ડોકટરો ઘણી ક્રીટીકલ સર્જરીમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે ફરીવાર 101 કિગ્રા વજન ધરાવતી મેદસ્વી મહિલાના અંડાશયમાં રહેલી ગાંઠ પ્રથમ જ વખત વજાયનલ સર્જરીની પદ્ધતિ દ્વારા દૂર કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, દાહોદ નજીકના મધ્યપ્રદેશના સરહદી ગામની 101 કિગ્રા જેટલું વજન ધરાવતી 42 વર્ષીય મહિલાને મોટા અંડાશયમાં લગભગ 30થી 40 સેમી. કદની ગાંઠ હોવાનું ઝાયડસ હોસ્પિટલ ખાતે કરાવેલ પરીક્ષણમાં નોંધાયું હતું અને આ મહિલાને મેદસ્વીતાના લીધે MRI પણ શક્ય ન હતું.
આધુનિક ટેક્નિકથી સારવાર કરી
દાહોદના પડવાલ હોસ્પિટલના તબીબ ડો. રાહુલ પડવાલે આ દર્દીને વજાયનલ સર્જરીની અઘરી ગણાતી પદ્ધતિથી સર્જરી કરીને શરીરમાંથી 6.1 લીટર પ્રવાહી અને 400 ગ્રામ જેટલું વજન ધરાવતો ઘન ભાગ મળી આશરે 6.5 કિગ્રાની ગાંઠ દૂર કરી સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે. આધુનિક વિડીઓ લેરીન્ગોસ્કોપ મશીનની મદદથી નળી મુકવામાં આવી હતી. આ દરમિયાન, દર્દીની બેહોશી શક્ય બનતા ઓપરેશન શક્ય બન્યું હતું.
ટાંકા લીધા વગર કરી સર્જરી
આ મહિલાના અત્યંત મેદસ્વી શરીરની સાથે સાથે તેમના ગળાનો ભાગ પણ ખુબ જ જાડો અને સાંકડો હોવાથી તેમાંથી દર્દીને બેભાન કરવા માટેની નળી શ્વાસનળીમાં નંખાય તેવી સંભાવના જ ન હતી. તબીબના જણાવ્યા અનુસાર, વધુ વજનના લીધે મહિલાને લાંબો સમય પોતાના શરીરમાં પાંગરતી ગાંઠ વિશે જાણ જ ન થઇ શકી હતી. યોનિમાર્ગ દ્વારા એકપણ ટાંકા વગર ‘નેચરલ ઓરીફાયસિસ’ પદ્ધતિને અનુસરીને તેમાં રહેલી મસમોટી ગાંઠ સાથે ગર્ભાશયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પદ્ધતિમાં વેસલ સિલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના લીધે ટાંકા જ લેવા નથી પડતા.
આ પદ્ધતિમાં કોઈ રક્તસ્ત્રાવ થતો નથી
આ પદ્ધતિમાં ઓપરેશન બાદ દર્દીના શરીરમાં બીજા દિવસે આ સર્જરીનું કોઈ નિશાન નથી રહેતું કે, દર્દીને કોઈ પ્રકારે સ્ત્રાવ નથી આવતો. તો આ દર્દીને બીજા જ દિવસે ડીસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દાહોદમાં એકપણ ટાંકો લીધા વિના આવડી મોટી ગાંઠ કાઢવાની આ પ્રકારની પ્રથમ જ સર્જરી છે.
35થી વધુ વયની દરેક મહિલાઓએ વિવિધ પરીક્ષણો કરાવતા રહેવું જોઈએ
જાણવા મળ્યું છે કે, આ મહિલા દર્દી દાહોદના એક્સ-રે હાઉસ ખાતેના એમ.આર.આઈ. મશીનમાં વધુ પડતી મેદસ્વીતાના કારણે ફસાઈ જતા તેમનું પરીક્ષણ શક્ય બન્યું ન હતું. આ દરમિયાન, આ મહિલાના યોનિમાર્ગેથી માઈક્રો નળી નાંખી તેના અંડાશયમાં રહેલી 6.5 કિગ્રા વજનની ગાંઠ દૂર કરવામાં આવી છે. દાહોદ શહેર અને જીલ્લામાં તો આ પ્રકારનું પ્રથમ જ ઓપરેશન છે તો ગુજરાતમાં પણ એકપણ ટાંકા વિનાની આ પ્રકારની પ્રથમ જ સર્જરી છે. મારે તો એ જ કહેવું છે કે, 35 વર્ષથી વધુ વય ધરાવતી પ્રત્યેક મહિલાઓએ શક્ય હોય તો દર વર્ષે ગર્ભાશય, અંડકોશ અને સ્તનના પરીક્ષણો કરાવતા રહેવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.