આ વ્યક્તિએ બનાવ્યા પ્રધાનમંત્રી મોદીને રાજનીતિની ના બેતાજ બાદશાહ

PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિન છે. PM મોદીએ પોતાની મહેનતના દમ પર રાજકારણની સફરમાં સફળતાની બધી જ સીડી ચઢી છે પણ એમના વ્યક્તિત્વને ઘડવામાં એક…

PM નરેન્દ્ર મોદીનો આજે જન્મદિન છે. PM મોદીએ પોતાની મહેનતના દમ પર રાજકારણની સફરમાં સફળતાની બધી જ સીડી ચઢી છે પણ એમના વ્યક્તિત્વને ઘડવામાં એક શખ્સે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. આ શખ્સ બીજું કોઇ નહીં પણ રાજ્યના જ વકીલ સાહેબ હતાં. જેમણે મોદીને અનુશાસન તેમજ રાજકારણના બધાં જ પાઠ શીખવાડ્યા હતાં. PM નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુમાં વકીલ સાહેબનાં નામનો ઉલ્લેખ કરતા જણાવતાં કહ્યું હતું કે, વકીલ સાહેબની સાથે તેઓ પોતાના મનની બધી જ વાતો શેર કરતાં હતા. વકીલ સાહેબનું અસલ નામ લક્ષ્મણરાવ ઇનામદાર હતું.

વકીલ સાહેબનું ઇન્ટરવ્યુમાં નામ આવતાં જ લોકોમાં એ જાણવાની તાલાવેલી વધી ગઇ હતી કે આખરે આ વકીલ સાહેબ છે કોણ કે જેમની સાથે PM નરેન્દ્ર મોદી તમામ વાત દિલ ખોલીને કરતાં હતા. તો આવો આ વકીલ સાહેબની વિશે આપને જણાવીએ. નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી ઘડવામાં ઇનામદારનું મોટું યોગદાન : રાજ્યમાં RSSના સંસ્થાપકોમાંથી એક વકીલ સાહેબની PM મોદીની મુલાકાત એ સમયે થઇ હતી કે, જ્યારે PM મોદી સંઘના સ્વયંસેવક હતા. PM નરેન્દ્ર મોદીની ચા વાળાથી લઇને રાજ્યનાં CM તેમજ ત્યારબાદ PM સુધીની સફરમાં વકીલ સાહેબની મહત્વની ભૂમિકા રહી હતી. લક્ષ્મણરાવ ઇનામદાર જેઓએ PM નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીમાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

PM નરેન્દ્ર મોદી રાજ્યમાં સંઘના પ્રચારક તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં. એ સમયે તેઓ સતત એમના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યાં હતાં. હાલમાં PM નરેન્દ્ર મોદીમાં જે પ્રકારે સંગઠન કૌશલ્ય જોવા મળી રહ્યું છે. એમાં ઇનામદારનું મોટું યોગદાન રહેલું છે. જેનો ઉલ્લેખ PM નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલ પુસ્તક ‘જ્યોતિ પુંજ’ માં કરવામાં આવ્યો છે. 

કોણ હતા લક્ષ્ણરાવ ઇનામદાર ?
લક્ષ્મણરાવ નામદાર મૂળ મહારાષ્ટ્રના હતાં. એમનો જન્મ 19 સપ્ટેબર વર્ષ 1917 નાં રોજ ગામ ખટાવ જિલ્લામાં આવેલ સતારા ગામમાં થયો હતો. એમના પરિવારે શિવાજી મહારાજની સ્વરાજની લડતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. જેને લીધે શિવાજીનાં પૌત્રએ એમની જમીન તેમજ સરદારની ઉપાધિ આપવામાં આવી હતી. ત્યારથી આ પરિવાર ઇનામદાર તરીકે ઓળખાતો હતો. એમના દાદાએ સંઘર્ષ કરીને પરિવારને એકજૂથ રાખ્યો હતો. જેને કારણે એમના મનમાં બધાને સાથે રાખવાનાં સંસ્કાર દઢ થયા હતાં. તેઓ વર્ષ 1943માં સંઘના પ્રચારક બન્યા હતાં. એમણે લગ્ન કર્યા ન હતા તેમજ સાદા જીવનના નિયમનું એમણે પાલન કર્યું હતું.

કેવી રીતે થઇ મુલાકાત ?
વડાપ્રધાન મોદીએ માત્ર 17 વર્ષની વયમાં વર્ષ 1969માં હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી વડનગરમાં પોતાનું ઘર છોડી દીધું હતું. વર્ષ 2014માં પ્રકાશિત કિશોર મકવાણાનાં પુસ્તક ‘કોમન મેન નરેન્દ્ર મોદી’ માં એમણે જણાવતાં કહ્યું હતું કે, હું કંઇક કરવા માંગતો હતો પણ જાણતો ન હતો કે શું કરું. એમણે રાજકોટમાં રામકૃષ્ણ મિશન આશ્રમથી યાત્રાની શરૂઆત કરી તેમજ કોલકત્તા પાસે હુગલી કિનારે બેલ્લુર મઠ પહોંચ્યા હતાં. થોડો સમય રામકૃષ્ણ મિશનનાં મુખ્યાલયમાં વિતાવ્યો હતો. ત્યારપછી ગુવાહાટીમાં જતા રહ્યા હતાં. ત્યારપછી અલ્મોડામાં સ્વામી વિવેકાનંદનાં આશ્રમમાં રહેવા લાગ્યા હતાં. મોદીની ઇનામદાર સાથે પ્રથમવાર વર્ષ 1960મા મુલાકાત થઇ હતી. વર્ષ 1943થી રાજ્યમાં ઇનામદાર સંઘના પ્રાંત પ્રચારક રહ્યાં હતા. શાખાઓમાં આવવા માટે છોકરાઓને પ્રોત્સાહન કરતા હતા. એમણે ધારાપ્રવાહ ગુજરાતીમાં જ્યારે વડનગરમાં સભાઓને સંબોધિત કરી તો મોદી એમના ભાવિ ગુરૂજી પર મંત્ર મુગ્ધ થઇ ગયા હતા. PM મોદી કુલ 2 વર્ષ પછી વડનગર પરત આવ્યા.

થોડાં દિવસ પોતાના ઘરમાં રહ્યા પછી PM મોદી ફરીથી અમદાવાદ જવા માટે રવાના થઇ ગયા હતાં. પોતાનાં કાકાની ચાની દુકાનમાં રહેતા કામ કરવા લાગ્યા હતાં.થોડાં સમય પછી અહીં એમનો ફરી એકવાર વકીલ સાહેબ સાથે સંપર્ક થયો હતો. જે શહેરમાં સંઘના મુખ્યાલય હેડગેવર ભવનમાં રહેતાં હતાં. ત્યારપછી PM મોદી પોતાનાં ગુરૂ વકીલ સાહેબનાં સાનિધ્યમાં RSS ઓફિસ આવી ગયા હતાં. PM મોદી પોતાનાં ગુરૂની સામેના 3 નંબરના રૂમમાં રહેતા હતાં. હેડગેવાર ભવનમાં એમની શરૂઆત સૌથી નીચલી સપાટી પરથી થઇ હતી. તેઓ પ્રચારકો માટે ચા બનાવતા હતા. એ સમયે કોમ્પલેક્સની સફાઇ કરતા હતાં તેમજ ગુરૂનાં વસ્ત્રો ધોતા હતાં. આવું કુલ 1 વર્ષ સુધી ચાલ્યું.

PM મોદીને ખૂબ શિખવાડ્યું :
PM મોદીએ ખૂબ નજીકથી જોયું કે, વકીલ સાહેબ જે રીતે રાજ્યમાં સંઘનો પ્રચાર કરી રહ્યાં હતા. તેઓ ખૂબ વાંચતા તેમજ પોતાની સાથે એક ટ્રાંજિસ્ટર રેડિયો રાખતાં હતાં. એના પર BBC વર્લ્ડ સર્વિસ નિયમિત રીતે સાંભળતાં હતાં. જવાનીમાં કબડ્ડી તેમજ ખો-ખો રમવાના શોખીન હતાં. ત્યારબાદ પ્રાણાયામથી પોતાને સ્વસ્થ રાખતાં હતાં. ઇનામદારનો સ્વભાગ મિત્રતાભર્યો તથા ખૂબ જ સહજ હતો. વર્ષ 1972 માં એમણે ઔપચારિક રીતે PM નરેન્દ્ર મોદીને સંઘના પ્રચારક બનાવી દીધા હતાં. વર્ષ 1985 માં વકીલ સાહેબનું નિધન થઇ ગયું હતું.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *