People forced to carry dead bodies from water in Valsad: વલસાડ જિલ્લાના કાકાડમટી ગામઅંતિમ યાત્રાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. લોકો જીવના જોખમે અંતિમ યાત્રા કાઢી હતી. અને નદીની વચ્ચે થઈ અંતિમ યાત્રા કાઢી હતી. કારણકે ગામમાં સ્મશાન ભૂમિના(People forced to carry dead bodies from water in Valsad) અભાવને કારણે લોકો ને અગવડતા ઉભી થયી છે. મૃતદેહને નદીની અંદર કમર સમાં પાણી ભરેલું હોવાથી ગામના લોકો એ મૃતદેહને લઈ ને બીજા ગામ જવા માટે લોકો નદી માંથી પસાર થઈને જઈ રહ્યા છે.
બીજા રસ્તાઓ પર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હોવાથી લોકો એ પોતાનો જીવ જોખમ માં મૂકી નદી માં ઉતરી બીજા કિનારે મૃત દેહને લઈ જઈ ખુલી જગ્યામાં કે જ્યાં વરસાદી પાણી ના ભરેલા હોય તેવી જગ્યા જઈને મૃત દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં જોતા એવું લાગી રહ્યું છે કે ઘણા સમય થી ગામમાં સ્મશાન ભૂમિ ન હોવાના કારણે લોકો ખુલી જગ્યામાં કરે છે અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. અને ત્યાં ના ગામ ના લોકો એ છેલ્લા ઘણા વર્ષો થી કાકડમટીના ગામ લોકો વિકાસની રાહ જોઇ રહ્યા છે.
અંતે ઉલેખનીય છે કે આવી જ ઘટના થોડાક સમય પહેલા વલસાડ જિલ્લાના કપરાડાના વાવર ગામે અંતિમ યાત્રાના ચોંકાવનારા દ્રશ્યો તમે સાંભળ્યા જ હશે. લોકો જીવના જોખમે અંતિમ યાત્રા કાઢી રહ્યા હતા. અને ખાડીમાં પાણીનો પ્રવાહ ખુબ જ વધારે પ્રમાણમાં ચાલી રહ્યો હતો તેના કારણે ગામના લોકોનો સ્મશાનનો સંપર્ક તૂટી ગયો હતો. મૃતદેહને સ્મશાન લઈ જવા ચેક ડેમની પાળ પરથી જોખમી રીતે ગામ લોકોએ પસાર થવું પડ્યું હતું. અન્ય રસ્તો ના હોવાથી ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાનું જોખમ હોવા છતાં લોકોએ ચેકડેમની પાળ પરથી પસાર થવું પડે છે. અહીં દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા ઉદ્ભવે છે.
ગઢાળા ગામમાં ભારે વરસાદથી કોઝવે ધોવાયો
રાજકોટમાં ગઢાળા ગામમાં ભારે વરસાદથી મોજ નદી પરનો કોઝવે ધોવાયો. વિદ્યાર્થીઓ શાળાએ જવા જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર થયા હતા. કચ્છના લખપતમાં કાળી નદી બે કાંઠે વહેતી થઈ. નદીના પાણીના કોઝ વે પર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube