રાજકોટ શહેરમાં વધતી જતા શરીર સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે તાલુકા પોલીસે છેલ્લા 20 દિવસથી વામ્બે આવાસ યોજનામાં ચાલતા કુટણખાનામાં દરોડો પાડી સંચાલીકા અને ગ્રાહકને ઝડપી લઇ રૂપજીવીનીને સાહેદ બનાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં વેશ્યાવૃત્તિ સહિતની ગેરપ્રવૃત્તિઓ બંધ કરવા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ચૌધરી, ડીસીપી જાડેજા, એસીપી ગેડમની સૂચનાથી તાલુકા પીઆઇ વી એસ વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન ડી ડામોર અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન પીએસઆઇ ડામોર, નગીનભાઈ ડાંગર અને અરજણભાઈ ઓડેદરાને મળેલી બાતમી આધારે હર્ષદસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઈ આહીર, ભગીરથસિંહ ઝાલા અને દિપલબેન ચૌહાણ તથા રૂપેશભાઈ પટેલને સાથે રાખીને વામ્બે આવાસ યોજનાં ત્રણ માળીયા ક્વાટર બ્લોક નંબર 1માં 36 નંબરના મકાન દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન સંચાલિકા લીલાબેન ઉર્ફે લીલા શૈલેષભાઇ બગડા અને ગ્રાહક સુનિલ બચુભાઈ જારીયા મળી આવતા બંનેની ધરપકડ કરી હતી જયારે દેહ વ્યાપાર કરાવતી મહિલાને સાહેદ બનાવી હતી.
સંચાલીકા પોલીસે લીલા ઉર્ફે ઇલા અને સુનિલ જારિયાની ધરપકડ કરી લીલાના બે મોબાઇલ કબ્જે કર્યા છે. જ્યારે ક્વાર્ટરમાંથી મળી આવેલી યુવતીની પૂછપરછ કરતા તે રાજકોટમાં જ રહે છે અને લીલા તેણીને તેના ક્વાર્ટરમાં આવતા યુવાનો સાથે શરીરસંબંધ બાંધવા બોલાવતી હતી. યુવતીએ વધુમાં કહ્યું કે, લીલા ઉર્ફે ઇલા મોજમજા કરવા આવતા લોકો પાસેથી એક હજાર રૂપિયા લેતી હતી. તેમાંથી પોતાને 500 આપતી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.