કોંગ્રેસ અને વિવાદ આજે આ બે શબ્દો જેમ એક સિક્કાની બે બાજુ હોય તેવી રીતે આ બે શબ્દો ગુજરાતના રાજકારણના કોંગ્રેસમાં પેસી ગયા છે.આજે એવી સ્થિતિ છે કે,કોંગ્રેસ અને વિવાદ બન્ને એક બીજાનો સાથ છોડવા તૈયાર નથી.વિવાદનું ગ્રહણ કોંગ્રેસમાં ખૂબ અંદર સુધી બેસી ગયું છે.
એક તરફ જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ ધીરે ધીરે બેઠી થઇ રહી છે, ત્યારે કોંગ્રેસના આંતરિક વિખવાદ અને જૂથવાદ શમવાનું નામ નથી લેતા.દિવસે ને દિવસે નાટકો ઓડીઓ કલીપ વાયરલ થવી જેવા બનાવો ગુજરાત કોંગ્રેસ માટે સામાન્ય થઇ ગ્યા છે.
હજુ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પત્ની દ્વારા શ્રી રાહુલ ગાંધીને લખાયેલ પત્ર, અને તેના કરવામાં આવેલા ચોંકાવનારા ખુલાસાઓ ઘટનાઓ શમવાનુંનું નામ નથી લેતી. ત્યાં,થોડા દિવસો પેહ્લાજ વધારે એક મહિલા સાથેની વાતચીત ની કલીપ વાયરલ થઇ હતી. મહિલા સાથેની વાતચીતમાં ઓડિયો વાયરલ થયો છે, જેમાં ભરતસિંહ ગ્રીનકાર્ડ હોલ્ડર હોવાનું જણાવી રહ્યા છે. આવી રીતે એક સાથે બે દેશોની નાગરિકતા લેવી એ પણ કાયદાકીય ગુનો છે.આવી રીતે કોંગ્રેસમાં વાદવિવાદ પુરા થતા નથી ત્યારે વધારે એક વિવાદે જનમ લીધો છે.
ગુજરાત કોંગ્રેસના મહિલા દિગ્ગજ નેતા વંદના પટેલ અને કોંગ્રેસી કાર્યકર અતુલ પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે, જેનાથી સમગ્ર ગુજરાત અને કોંગ્રેસી કાર્યકરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વંદના પટેલ અને અતુલ પટેલ ની વાતચીતના અંશ પરથી તેઓ જણાવી રહ્યા છે કે,કોંગ્રેસના નવા બનેલા પ્રમુખ જગદીશ ઠાકોર તેઓને પણ બે પત્નીઓ છે, તેમજ કોંગ્રેસમાં હિંમતસિંહ, સી જે ચાવડા,અને ભરતસિંહને પણ બે પત્નીઓ છે.આવી સ્થિતિમાં લોકો કોંગ્રેસ ને કઈ રીતે ઈજ્જત આપે? લોકો શું વિચારીને કોંગ્રેસ સાથે ઉભા રહે?
ઓડિયોમાં સાંભળવા મુજબ વંદના પટેલે હાર્દિક પટેલ ઉપર પણ આરોપ લગાવતા કહ્યું કે, હાર્દિક પણ ૫૨ સીડી બહાર પાડ્યા પછી કોંગ્રેસ માં આવેલો.કોંગ્રેસ માં આવોજ કચરો આવતો રેહવાના કારણે હવે લોકો અને ધીરે ધીરે કાર્યકરો પણ વિશ્વાસ ગુમાવતા જાય છે.આવી સ્થિતિ માં લોકો કોંગ્રેસ ને સાથ કઈ રીતે આપે?
વધુમાં વંદનાબેન પટેલ રહ્યા છે કે,પાસ ના આગેવાન ગીતાબેન પટેલ પણ લુઝ કેરેક્ટરના છે. ખૂબ જ લુઝ કેરેક્ટરના છે તેઓ હાર્દિક પટેલ અને ગીતા પટેલ વિશે વધારે જણાવી રહ્યા છે કે, કેસો પાછા ખેંચવા ગીતા પટેલ અને હાર્દિક પટેલ પ્રચાર કરી રહ્યા છે. તેઓ ખરેખર કેસો પાછા ખેંચવા માટે પ્રચાર કરી રહ્યા છે કે, ટિકિટ ની ગોઠવણ કરી રહ્યા છે. એ પ્રશ્ન હેરાન કરી દેવા વાળો છે કારણકે કેસો પાછા ખેંચવા નું કામ કોર્ટનું છે.અને તેની વાત કોર્ટમાં થઈ શકે છે આ રાજકારણ ફક્ત અને ફક્ત ટિકિટ માટે રમાઈ રહ્યું છે.