VAYU વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકે એ પહેલા જ સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર

ગુજરાતના લોકો માટે સૌથી રાહતના અને સારા સમાચાર એ છે કે ખતરનાક વાયુ વાવાઝોડાનો ખતરો હવે લગભગ ટડી ગયો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવનારુ આ વાવાઝોડું હવે દિશા બદલીને ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે હવામાન ખાતાની આગાહી કરતી ખાનગી એજન્સીએ પણ આગાહી કરી છે કે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે એટલું નહીં હવામાન ખાતાએ આજે સવારે 8 વાગ્યે જારી કરેલા પોતાના ન્યૂઝ બુલેટિનમાં પણ જણાવે છે કે વાવાઝોડું ગુજરાતની ધરતી પર સીધું નહીં થાય પરંતુ એનો અર્થ એવો નથી કે વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ રીતે ટડી ગયો છે.

VAYU CYCLONE CHANGED ITS PATH BEFORE TOUCH DOWN GUJARAT:

IMD has officially informed that the Vayu cyclone has changed the course and now is unlikely to make landfall on Gujarat coast. However still while skirting through Gujarat coast it may cause heavy wind and rain so we are still on stand by mode. All forces will remain on alert mode till situation does not becomes normal,” Pankaj Kumar (IAS), additional chief secretary, revenue department and in-charge of the cyclone relief activity said.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું હવે ગુજરાતની મુખ્ય ભૂમિ પર ત્રાટકે એવી સંભાવના ઘટી છે. હવે આ વાવાઝોડુ પોરબંદર, દ્વારકા આસપાસ થઇને નીકળી જાય એવી સંભાવના છે. જોકે ગુજરાતના કિનારાના પ્રદેશોમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાશે.

જોકે વાવાઝોડાને અનુલક્ષીને તંત્ર સાબદું છે. આશરે ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થાનોએ ખસેડવામાં આવ્યાં છે. 500 ગામોમાંથી લોકોને બહાર કાઢીને 200 જેટલા સુરક્ષિત ઠેકાણે પહોંચાડવામાં આવ્યાં છે. NDRFની 52 ટીમો રેસ્ક્યૂ અને રિલીફ ઓપરેશન માટે તૈનાત કરી દેવામાં આવી છે.

વાવાઝોડાને લીધે સંભવિત થનારા જાનમાલના નુકસાનને અટકાવવા માટે ગુજરાત સરકારે તમામ પ્રકારની વ્યવસ્થા કરી લીધી હતી. તમામ જિલ્લાઓમાં NDRFની ટીમો મોકલી દીધી હતી ઉપરાંત આર્મી અને નેવીને પણ હાઈએલર્ટ પર રખાયા હતા કેન્દ્ર સરકાર પણ ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં હતી ગઈકાલે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર થી જ સવા ત્રણ લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાયું હતું.

મોડી રાત્રે બે વાગ્યા પછી થી વાયુ વાવાઝોડાએ ધીમે ધીમે પોતાની દિશા બદલી હતી સવાર સુધીમાં આ વાવાઝોડું ગુજરાતમાં આવવાનું હતું પરંતુ તેને બદલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા થી આડુ ફંટાઈને ઓમાન તરફ જઈ રહ્યું છે. હવામાન ખાતાનું અનુમાન છે કે ગુજરાત પર ખતરનાખ વાવાઝોડાનો ખતરો હવે રહ્યો નથી .આમ છતાં તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવશે આ વાવાઝોડું આજે રાત સુધીમાં જ ઓમનના દરિયા બાજુ સંપૂર્ણપણે ફંટાઈ જશે.

ઓમાનના દરિયામાં જ આ વાવાઝોડું સમજાય એવી પણ શક્યતાઓ છે આથી હાલના તબક્કે અત્યારે એવું કહી શકાય કે છેલ્લા બે દિવસ દરમિયાન વારંવાર દિશા બદલતું વાવાઝોડું જો ફરી એક વખત પોતાની દિશા નહીં બદલે તો નિશ્ચિત પણે ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાશે નહીં. આ સમાચારને પગલે ગુજરાતના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ગુજરાત સરકાર માટે પણ આ સમાચાર ખુબ જ મોટી રાહતના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *