વડોદરાની સયાજી હોસ્પિટલ બેદરકારીના મામલામાં ખુબ જ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરીવાર આ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો વાયરલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હોસ્પિટલના પોસ્ટમોર્ટ્મ રૂમની સામે રસ્તા પર એક કૂતરુ માનવ અંગ ખાતુ જોવા મળે છે. હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
સમગ્ર ઘટનાને નજરે જોનાર લોકોમાં હોસ્પિટલના તંત્ર સામે રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ અંગે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, રસ્તા પર કૂતરૂ માંસ ખાઈ રહ્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. પરંતુક, આ માનવ અંગ નથી. આમ છતાં આ અંગે હોસ્પિટલના RMOને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સયાજી હોસ્પિટલના RMO ડો. આર.બી. શાહે જણાવ્યું હતું કે, કુતરૂ માસ ખાઇ રહ્યું હોવાનો વાયરલ થયેલા વીડિયો અંગેની હાલ તપાસ ચાલી રહી છે. હોસ્પિટલમાંથી દરરોજ મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટ નીકળે છે. જેને પોસ્ટમોર્ટમ રૂમ પાસે બેગોમાં ભરીને મુકવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
તેનો નિયત પદ્ધતિ પ્રમાણે નિકાલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં માનવના પગના પંજા જેવા દેખાતા અંગને હોસ્પિટલમાંથી તાણીને કૂતરૂ બહાર લાવી રહ્યું છે. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની સામે રસ્તા પર તેને બચકા ભરીને ખાઈ રહ્યું હોવાનું જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.